Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાનો ડર : પતિએ પત્નીને બાથરૂમમાં પૂરી દીધી!

કોરોનાનો ડર : પતિએ પત્નીને બાથરૂમમાં પૂરી દીધી!

04 March, 2020 12:43 PM IST | London

કોરોનાનો ડર : પતિએ પત્નીને બાથરૂમમાં પૂરી દીધી!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનના કોરોના વાઇરસે સમગ્ર દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે. આ જીવલેણ વાઇરસના કારણે લોકોમાં એવો જબરો ડર બેસી ગયો છે કે વાત ન પૂછો. થોડા દિવસ પહેલાં કોરોના વાઇરસના કારણે બ્રિટનમાં ચીની મહિલા પર વંશીય હુમલો થયો હતો. ત્યારે આજે ફરી યુરોપમાં આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને કોરોના વાઇરસથી ચેપ લાગશે એવા ડરના કારણે પોતાની પત્નીને બાથરૂમમાં પૂરી દીધી.

પતિને લાગ્યું કે પત્ની એક ચીની મહિલાને મળીને આવી હતી તેથી તેને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. એટલા માટે ડરના કારણે આ શખસે તેની પત્નીને બાથરૂમમાં લૉક કરી દીધી હતી. મહિલાએ ત્યાર પછી પોલીસને કૉલ કર્યો હતો. થોડીક મિનિટો પછી પોલીસ અપાર્ટમેન્ટમાં આવીને મહિલાને છોડાવી ગઈ હતી. પતિએ દાવો કર્યો હતો કે તેણે ડોક્ટરો સાથે ચર્ચા કર્યા પછી પત્નીને બાથરૂમમાં બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.



એક રિપોર્ટ અનુસાર પત્નીને કોરોના વાઇરસથી બચવા માટે પતિએ જે કારનામો કર્યો છે એ મામલો યુરોપનાં લીથુઆનિયાના લિવનિઅસ શહેરનો છે. આ ઘટના પછી ડૉક્ટરી તપાસમાં એ સ્પષ્ટ થયું કે મહિલા કોરોનાવાઇરસથી ચેપગ્રસ્ત નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:43 PM IST | London

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK