વિજય માલ્યા હજી નહીં આવે ભારત, પ્રત્યાર્પણ રોકવાની અપીલ મંજૂર

Updated: 2nd July, 2019 20:23 IST | લંડન

ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ બિઝનેસ મેન વિજય માલ્યાને લંડનની અદાલતે મોટી રાહત આપી છે. ભારતને પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની માલ્યાની અપીલને લંડન હાઈકોર્ટે સ્વીકારી છે.

ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ બિઝનેસ મેન વિજય માલ્યાને લંડનની અદાલતે મોટી રાહત આપી છે. ભારતને પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની માલ્યાની અપીલને લંડન હાઈકોર્ટે સ્વીકારી છે. મંગળવારે લંડનની હાઈકોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ અંગે સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન વિજય માલ્યાના વકીલે અદાલતમાં રજૂઆત કરી કે આ કેસ ભારતમાં શરૂ થયો, તે બેન્કોને એરલાઈન અંગે પૂરી માહિતી હતી, બેન્કોને જાણ હતી કે તેની કોઈ ગેરંટી નથી. વકીલ તરફતી એવું પમ કહેવામાં આવ્યું કે જે દસ્તાવેજ છે, તેમાં એવો કોઈ પુરાવો નથી.બેન્કોને માલ્યાની નાણાકીય સ્થિતિની પૂરતી માહિતી હતી.

 

આ ઉપરાંત વિજય માલ્યાના વકીલે એવો પણ તર્ક રજૂ કર્યો કે તેમના પક્ષમાં રજૂ કરાયેલા દસ્તાવેજોને બરાબર નથી માનવામાં આવ્યા. આ પહેલા કોર્ટની અંદર જતા પહેલા વિજય માલ્યાએ કહ્યું હતુંકે મારો પરિવાર સકારાત્મક મહેસૂસ કરી રહ્યો છે. ભારત સરકાર પાસેથી મને એ જ અનુરોધ છે કે મને કોઈ રાહત નથી જોઈતી. પૈસા છે, તમે 100 ટકા પૈસા પાછા લઈ શકો છો.

વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટે ભારતની એજન્સીઓ લાંબા સમયથી મહેનત કરી રહી છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનમાં અપીલ કરવામાં આવી છે, જો આ અપીલ રદ થઈ જાય તો પણ ભારત પાસે આંતરરાષ્ટ્રીય કોર્ટ કે પછી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે જવાનો વિકલ્પ છે.

ઉલ્લેખનીય છે લંડનની એક અદાલતે વિજય માલ્યાને ભારતના પૈસાનો ગોટાળો કરીને ફરાર થવાના કેસમાં ભારતને પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ માલ્યાએ અરજી કરી હતી. પરંતુ કોર્ટે તે માગ ફગાવી હતી.

First Published: 2nd July, 2019 20:13 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK