Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીની લીડરશિપ હેઠળ કૉન્ગ્રેસ લડશે લોકસભાની ચૂંટણી

રાહુલ ગાંધીની લીડરશિપ હેઠળ કૉન્ગ્રેસ લડશે લોકસભાની ચૂંટણી

11 December, 2012 08:12 AM IST |

રાહુલ ગાંધીની લીડરશિપ હેઠળ કૉન્ગ્રેસ લડશે લોકસભાની ચૂંટણી

રાહુલ ગાંધીની લીડરશિપ હેઠળ કૉન્ગ્રેસ લડશે લોકસભાની ચૂંટણી



રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે એવો સંકેત આપતાં કૉન્ગ્રેસે ગઈ કાલે જાહેર કર્યું હતું કે યુપીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ લડશે તથા ટૂંક સમયમાં તેઓ પાર્ટીમાં મહત્વની જવાબદારી સંભાળશે. કૉન્ગ્રેસના પ્રવક્તા પી. સી. ચાકોએ આમ જણાવતાં કહ્યું હતું કે યુપીએ ચૂંટણી પહેલાં અને પછી જોડાણો માટે પ્લાનિંગ કરી રહી છે. રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે કે નહીં એવા સવાલનો સીધો જવાબ આપવાનું ટાળતાં ચાકોએ કહ્યું હતું કે ૨૦૧૪ સુધી વડા પ્રધાન મનમોહન સિંહ સરકારનું નેતૃત્વ કરશે.

રાહુલ ગાંધી પાર્ટીનું સુકાન સંભાળી લેશે પછી સોનિયા ગાંધીની શું ભૂમિકા રહેશે એવા સવાલના જવાબમાં ચાકોએ કહ્યું હતું કે સોનિયા ગાંધી અત્યારે પાર્ટીનાં પ્રમુખ છે અને તેઓ પાર્ટીનાં સર્વોચ્ચ નેતા રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ‘પાર્ટીના નેતાઓની માગણીને પગલે રાહુલ ગાંધી વધુ જવાબદારી સંભાળવા માટે તૈયાર થયા છે. પહેલાં તેઓ મોટી જવાબદારી સંભાળવા માગતા ન હતા પણ હવે તેઓ તૈયાર થઈ ગયા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં તેઓ યુપીએનું નેતૃત્વ કરશે.’ ચાકોએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની તૈયારી માટે રાહુલ ગાંધીના વડપણ હેઠળ એક કમિટીની રચના કરી દેવામાં આવી છે. ગઈ કાલે વડોદરામાં કૉન્ગ્રેસના અન્ય એક નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી વડા પ્રધાનપદ સંભાળવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2012 08:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK