લોકસભાની 26 બેઠકો સાથે આ ચૂંટણીનું પણ આવશે પરિણામ

ગાંધીનગર | May 22, 2019, 17:53 IST

23 મે 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ સાથે જ કોણ જીતશે તેની ચર્ચાનો અંત આવશે. રાજ્યની 26 લોકસભા બેઠકનું પણ પરિણામ 23 મે એટલે કે ગુરુવારના રોજ જાહેર થશે.

લોકસભાની 26 બેઠકો સાથે આ ચૂંટણીનું પણ આવશે પરિણામ

23 મે 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ સાથે જ કોણ જીતશે તેની ચર્ચાનો અંત આવશે. રાજ્યની 26 લોકસભા બેઠકનું પણ પરિણામ 23 મે એટલે કે ગુરુવારના રોજ જાહેર થશે. લોકસભાની આ બેઠકોની સાથે ગુજરાતમાં વધુ એક ચૂંટણીના પરિણામ જાહેર થશે. લોકસભાની 26 બેઠકોની સાથે સાથે રાજ્યની 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની પણ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થશે.

આ મતગણતરી માટે રાજ્યમાં 27 મતગણતરી કેન્દ્રો બનાવાયા છે. તો જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર રખાયું છે. આ આખી પ્રક્રિયામાં 2548 કાઉન્ટિંગ સુપર વાઈઝર, 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662ની સ્ટાફ કાર્યરત રહેશે

દરેક મતગણતરી હોલમાં14 મતગણતરી ટેબલ, એક રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર હાજર રહેશે. 26 બેઠકોના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, બેલેટ પેપર માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને મતગણતરીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય પણ મતગણતરી કેન્દ્રો પર ચૂંટણી અધિકારીઓની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ હાજર રહેશે.

આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામઃભાજપે આપ્યા મીઠાઈ, ફૂલ અને ફટાકડાના ઓર્ડર

ઉલ્લેખનીય છે કે આ વખતે મતગણતરી મોડી થઈ શકે છે. ચૂંટણી પંચે પણ આ માહિતી પહેલા જ જાહેર કરી દીધી છે. ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3થી 4 કલાક મોડુ જાહેર થાય તેવી સંભાવના છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ VVPATની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK