ઈવીએમ-વીવીપેટની સ્લીપ મૅચ કરવાને લીધે ચૂંટણી પરિણામ 4-5 કલાક મોડાં પડશે

Published: May 09, 2019, 07:24 IST | (જી.એન.એસ.) | નવી દિલ્હી

ચૂંટણીપંચે જણાવ્યું, પરિણામ ૪-૫ કલાક મોડાં આવી શકે

ઈવીએમ
ઈવીએમ

લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જનતા કયા પક્ષને પસંદ કરશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે એની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. જોકે ૨૩મીએ ચૂંટણીપંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરશે એ સાથે જ સરકાર કોની બનશે એ સ્પષ્ટ થઈ જશે, પરંતુ મતગણતરીના દિવસે જ ફાઇનલ પરિણામ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

ચૂંટણીપંચે જણાવ્યું કે ‘સમગ્ર દેશમાં લોકસભાની સીટ પર થયેલા મતદાનના જે પરિણામ ૨૩મી મેના રોજ આવવાનાં છે એમાં થોડો વધારે સમય લાગી શકે છે, જેનું મોટું કારણ છે ઈવીએમના વોટ સાથે વીવીપેટની સ્લીપ મૅચ કરવી.’

ચૂંટણીપંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘આ વખતે ચૂંટણી પરિણામમાં થોડો વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ ૪-૫ કલાક મોડાં આવી શકે છે. સુદીપ જૈને જણાવ્યું કે ઈવીએમ અને વીવીપેટની સ્લીપ મૅચ કરવામાં મોડું થઈ શકે છે.

આ પણ વાંચો : આસામઃલથડાતો હતો વ્યક્તિ, પ્રાઈવેટ પાર્ટમાંથી જે મળ્યું તે જોઈ ચોંકી ઉઠી પોલીસ

નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમની સાથે વીવીપેટ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં વોટિંગ પછી એક સ્લીપ નીકળે છે. આમ, હવે જ્યારે ૨૩મેના રોજ મતગણતરી કરવામાં આવશે ત્યારે વોટની સાથે આ સ્લીપને મૅચ કરવામાં આવશે. ઈવીએમમાં ચેડાં થવાની ફરિયાદ પછી ચૂંટણીપંચે ઈવીએમની સાથે વીવીપેટ લગાડવાનો પણ નિર્ણય કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK