લોકસભા ચૂંટણી 2019: 7 રાજ્યોની 51 સીટો પર 1 વાગ્યા સુધી 31.29 ટકા મતદાન

May 06, 2019, 15:04 IST

રાજ્યો પૈકી બિહારમાં 24.49 ટકા, જમ્મૂ-કાશ્મીર 6.54 ટકા, રાજસ્થાનમાં 33.82 ટકા, મધ્યપ્રદેશમાં 31.46 ટકા, ઉત્તર પ્રદેશમાં 26.53 ટકા, પશ્ચિમ બંગાળમાં 39.55 ટકા જ્યારે ઝારખંડમાં 37.24 ટકા મતદાન નોંધાયું હતું

લોકસભા ચૂંટણી 2019: 7 રાજ્યોની 51 સીટો પર 1 વાગ્યા સુધી 31.29 ટકા મતદાન
7 રાજ્યોમાં 51 સીટો માટે મતદાન

લોકસભા ચૂંટણી 2019ના 5માં ચરણમાં સોમવારે 7 રાજ્યોમાં 51 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના 4માં તબક્કામાં બપોર 1 વાગ્યા સુધી કુલ 31.29 ટકા મતદાન નોંધાયું હતું. 7 રાજ્યો પૈકી બિહારમાં 24.49 ટકા, જમ્મૂ-કાશ્મીર 6.54 ટકા, રાજસ્થાનમાં 33.82 ટકા, મધ્યપ્રદેશમાં 31.46 ટકા, ઉત્તર પ્રદેશમાં 26.53 ટકા, પશ્ચિમ બંગાળમાં 39.55 ટકા જ્યારે ઝારખંડમાં 37.24 ટકા મતદાન નોંધાયું હતું

ચૂંટણીના 5માં તબક્કામાં ભાજપ અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગેલી છે. આ તબક્કામાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ માટે લોકો મતદાન કરશે. ભાજપ માટે આ તબક્કો એટલા માટે મહત્વનો છે કે 2014માં આ 51 સીટોમાંથી 40 સીટો ભાજપના નામે રહી હતી. ભાજપ આ વખતે પણ 40 કે તેના કરતા વધારે સીટો મેળવવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો: અનંતનાગમાં બીજેપીના નેતાની આતંકીઓએ ઘરમાં ઘૂસી હત્યા કરી

લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં ઉત્તર પ્રદેશમની 14, રાજસ્થાનની 12, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 7-7 જ્યારે બિહારમાં 5 અને ઝારખંડમાં 4 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. આ સિવાય જમ્મૂ-કાશ્મીરમાં લદ્દાખમાં પણ મતદાન થઈ રહ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK