એક માન્યામાં ન આવે એવી ઘટના લૉકડાઉનમાં બની છે જ્યારે એક મમ્મી પુનાથી ટુ વ્હિલર લઇને તેના મિત્ર સાથે જમશેદપુર પહોંચી ગઇ છે. તેણે 1800 કિલોમિટરનું ડ્રાઇવિંગ તેના દીકરા સુધી પહોંચવા માટે કર્યું. પાંચ વર્ષનો દીકરો જમશેદપુરમાં હતો અને તેની તબિયત ખરાબ હતી તે તેના સુધી પહોંચવા માટે લાંબા અંતરની ટ્રેનની મુસાફરી કરવાની મમ્મીમાં ધીરજ ન હોવાથી તેણે લૉકડાઉનમાં આ પગલું લેવાનું નક્કી કર્યું.
સોનિયા દાસ નામની આમહિલા જમશેદપુર કદમાની ભાટિયા બસ્તીની છે અને જ્યારે તેના પતિએ તેને કહ્યું કે તેનો દીકરો ધ્રુવ જ્યોતી માંદો છે અને તેને તાવ છે ત્યારે તેને બહુ જ ચિંતા થઇ ગઇ. તેણે ઝારખંડ ગવર્મેન્ટને ટૅગ કરીને ટ્વિટર પર લખ્યું તથા મહારાષ્ટ્ર સરકારના હેલ્પલાઇન નંબર પર પણ પોતાની સમસ્યા વિષે લખ્યું પણ તેને કોઇ પ્રતિભાવ ન મળ્યો તેવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં લખ્યું હતું.
મદદ ન મળતાં સોનિયાએ નક્કી કર્યું કે તે પોતાના દીકરાને મળવા માટે સ્કૂટર લઇને જશે. સોનિયા સાથે પુનાની રહેવાસી અને તેની મિત્ર સાબિયા બાનોએ પણ જવાનું નક્કી કર્યું. સોમવારે સવારે તેઓ બંન્ને જણા જમશેદપુર જવા નિકળ્યા અને શુક્રવારે ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેઓ હેલ્થ સત્તાધિશો પાસે ગયા તથા કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવા કહ્યું. DSP (હેડક્વાટર્સ II) અરવિંદ કુમારે કહ્યું કે, “અમે તેમની પર રેપિડ એન્ટિજેન ટેસ્ટ કર્યા અને અમે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને જવા કહ્યું પણ છતાં ય ઘરે ક્વોરેન્ટાઇન કરવા કહ્યું.” કુટુંબને ત્રીસ દિવસ માટે સુકું રાશન પણ અપાયું છે. સોનિયાએ કહ્યું કે, “તાતાનગર અને પુના કે મુંબઇ વચ્ચે કોઇ ટ્રેન્સ નથી અને મારા પતિ કે મારી પાસે એર ટિકિટ લેવાના પૈસા નથી. ઝારખંડ કે મહારાષ્ટ્ર સરકારે કોઇ મદદ ન કરી અને અંતે મેં નક્કી કર્યું કે હું ટુ વ્હિલર પર જમશેદપુર પહોંચી જઇશ.”
તેણે ઉમેર્યું કે,“નસીબજોગે અમે કોઇ જ પ્રોબ્લેમ ફેસ ન કર્યા અને રાત્રે પેટ્રોલ પંપ તથા ઢાબાઓ પર સમય પસાર કર્યો. હું મારા દીકરાને ભેટવા માટે તત્પર છું, મારો ક્વોરેન્ટાઇન પિરીયડ જલદી પુરો થઇ જાય તો સારું.” ડૉક્ટરે જણાવ્યા અનુસાર તેના દીકરાની તબિયત સુધરી રહી છે તથા તેણે સત્તાધિશોને પોતાના કોરોનાવાઇરસ ટેસ્ટ ઝડપથી કરી આપવા બદલ આભાર પણ માન્યો છે.
26 વર્ષની સોનિયા મુંબઇમાં નાના પ્રોડક્શન હાઉસમાં કામ કરતી વખતે ટુ વ્હિલર ચલાવતી જો કે લૉકડાઉનમાં તેણે જોબ ગુમાવી અને પછી કોઇપણ વિકલ્પ ન રહેતા તે પુનામાં તેની મિત્ર બાનોને ત્યાં રહેતી હતી અને બીજું કામ શોધતી હતી કારણકે તેના વરની આવક પણ કોરોના વાઇરસનાં સમયમાં ખૂટી રહી હતી.તે છેલ્લા ત્રણ મહીનાથી ભાડું ભરી શકે તેમ પણ નહોતી.
સોનિયાની મિત્રએ કહ્યું કે, “એ સાવ એકલી ટ્રાવેલ કરત તો ઘણું જોખમ હતું અને માટે મેં નક્કી કર્યું કે હું પણ એની સાથે જઇશ. પહેલાં તો હું સ્કૂટર પર ત્યાં સુધી જવા માટે સંમત નહોતી થઇ પણ બીજો કોઇ વિકલ્પ પણ નહોતો અને માટે જ મેં જવા માટે નક્કી કર્યું. અમે દસ અલગ અલગ પેટ્રોલ પંપ પર તથા ઢાબા પર રહ્યા હતા.”
સીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ એક અકસ્માત: શરદ પવાર
23rd January, 2021 11:31 ISTFire in Pune: મહારાષ્ટ્રના પૂણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ
21st January, 2021 15:18 ISTસીરમના સીઈઓએ રસી મુકાવ્યા બાદ કહ્યું, ઐતિહાસિક દિવસ
17th January, 2021 08:29 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 IST