હવે દર 15 દિવસ પછી જ ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે

Published: 30th March, 2020 18:05 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

લૉકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ઓઈલનો નિર્ણય

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે આખા દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. એટલે લોકો ઘરોમાં કેદ છે. લૉકડાઉનની જાહેરાત બાદ ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું બુકિંગ એકાએક વધી ગયું હતું અને માંગ પણ વધી હતી. આ પાર્શ્વભુમિ પર Indian Oil Corporation (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન)એ લોકોને અપીલ પણ કરી હતી કે લોકોએ ગભરાઈને ગેસ બુકિંગ કરાવવાની જરૂર નથી. છતા લોકો પેનિક થઈને ગેસ બુકિંગ કરાવવા લાગ્યા હાત એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ઓઈલે ઘરગથ્થુ ગેસ સિલિન્ડર બુક કરાવવાની મુદત ઓછી કરીને 15 દિવસ કરી છે. એટલે કોઈપણ ગ્રાહક હવે બીજો ગેસ સિલિન્ડર 15 દિવસ પછી જ બુક કરાવી શકશે.

આ બાબતે ટ્વીટ કરતા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને કહ્યું હતું કે, અમે અઆરા ગ્રાહકોને આશ્વસાન આપીયે છીએ કે અઆરી માસે સિલિન્ડરનો પુરતો પુરવઠો છે એટલે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ડિલેવરી પણ સામાન્ય રીતે થઈ રહી છે. હવે અમે એક નવો નિયમ બનાવ્યો છે. તે મજુબ, બે બુકિંગ વચ્ચે 15 દિવસનું અંતર રહેશે. મહેરબાની કરીને નિયમોનું પાલન કરો.

કંપનીના અધ્યક્ષ સંજીવ સિંહે પણ વિડિયો પોસ્ટ કરીને લોકોને કહ્યું હતું કે ગભરાવવાની જરૂર નથી, ગેસ સિલિન્ડરનો પુરતો પુરવઠો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK