Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇની વેશ્યાઓની ઓરડીમાં બત્તી બંધ નથી થતી પણ આ ડૉક્ટરને કારણે કમાશે

મુંબઇની વેશ્યાઓની ઓરડીમાં બત્તી બંધ નથી થતી પણ આ ડૉક્ટરને કારણે કમાશે

15 September, 2020 10:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઇની વેશ્યાઓની ઓરડીમાં બત્તી બંધ નથી થતી પણ આ ડૉક્ટરને કારણે કમાશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


તમને લાગે છે કે જે લોકો વેશ્યા પાસે જતા હોય છે તે ફરી જશે? સેક્સનો ધંધો ફરી નોર્મલ થશે? પુરુષો શારિરીક સુખ માટે પોતાના જીવનું જોખમ લેશે?

બધા લોકો કહે છે કે કોરોના મહામારીને લીધે ઘણા લોકોએ રોજગાર ગુમાવી, ધંધા ઠપ થયા. આ બધી વાત સાચી પરંતુ અનલોક થતા પરિસ્થિતિ ધીમી ગતિએ પણ સુધરતા દેખાઈ રહી છે પરંતુ એક ક્ષેત્ર એવુ છે જે ક્યારે નોર્મલ થશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.



લૉકડાઉનમાં અત્યાવશ્યક સર્વિસીસ તો શરૂ હતી જ, જ્યારે અનલોકમાં તબક્કાવાર ઑફિસો ખૂલી, કારખાનાઓ ખૂલ્યા, રેસ્ટોરન્ટ ખૂલ્યા, વગેરે ક્ષેત્રો ફરી પાટે ચઢી રહ્યા છે અને હવે તો જીમ પણ ખૂલવાની વાત છે. લોકો કહે છે કે થોડાક સમયમાં બધુ જ નોર્મલ થઈ જશે. પરંતુ તમને લાગે છે કે જે લોકો વેશ્યા પાસે જતા હોય છે તે ફરી જશે? સેક્સનો ધંધો ફરી નોર્મલ થશે? પુરુષો શારિરીક સુખ માટે પોતાના જીવનું જોખમ લેશે?


લૉકડાઉનથી આ ક્ષેત્ર સંપૂર્ણ ઠપ છે. મુંબઈ અને થાણેમાં ઘણા કમર્શિયલ સેક્સ વર્કર્સ છે. આમાં અન્ય રાજ્યો અને પાડોશી દેશથી પણ વેશ્યાઓ આવે છે. આ બધા હાલ સરકારની મદદ અને વિવિધ NGOના ભરોસે જીવી રહ્યા છે. તેમનું પણ એક જીવન છે, બાળકો છે, માતાપિતા છે, તેમના ઉપર પણ ઘરની જવાબદારી છે પરંતુ કોરોનાએ તેમને નાણાકીય ઉપરાંત માનસિક રીતે પણ સંપૂર્ણ નાશ કરી નાખ્યો છે. પરિસ્થિતિ આ ક્ષેત્ર માટે ક્યારે નોર્મલ થશે તે આ લોકો કહી શકતા નથી.

જોકે આ લોકોની મદદ કરવા માટે ‘શ્રી સાઈ સેવા સંસ્થા’ના સ્થાપક ડૉ.સ્વાતિ સિંહ ખાન આગળ આવ્યા છે. તેમણે એક પ્રોજેક્ટ yes, she can’  પ્રોજેક્ટ શરૂ કર્યો જેમાં વેશ્યાઓને સમાજમાં ફરી સન્માનથી જીવવા માટે તક મળે છે.


ધ બેટર ઈન્ડિયાને ભિવંડીની એક વેશ્યાએ કહ્યું કે, હું નાની હતી ત્યારે મને જબરદસ્તી આ ક્ષેત્રમાં મૂકવામાં આવી. એનજીઓ અને સ્થાનિક સત્તા મદદ કરી રહી છે તેથી હું આભારી છું. પરંતુ દરરોજ હું તેમના ભરોસે ન રહી શકું. મને એમ કે ‘મેક ઈન ઈન્ડિયા’ના માધ્યમે કઈક કરવુ જોઈએ.

ડૉ.સ્વાતીએ અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંયુક્તપણે હેન્ડીક્રાફ્ટ્સ, કપડાઓ, પાપડ અને અથાણા વગેરે વસ્તુઓ બનાવીને વેચે છે. આ દરેક વસ્તુઓ વેશ્યાઓ પોતે બનાવે છે. ટેલરિંગના ક્લાસિસ પણ ચાલે છે. તેમના પ્રોડકટ્સ ઈન્ટરનેશનલ એક્ઝીબિશન્સમાં રજૂ કરવામાં આવશે. હાલ 30 વેશ્યાઓ દરરોજ રૂ.200 કમાય છે. આગામી દિવસોમાં 130 જેટલી વેશ્યાઓને ડૉ.સ્વાતી સશક્ત કરવા માગે છે.

તહેવારોના હિસાબે વસ્તુઓ પણ આ ગ્રુપ બનાવે છે. દિવાળી આવતા તે દિવાઓ, લાઈટ બલ્બ બનાવશે. એક વેશ્યાએ કહ્યું કે, લૉકડાઉન પહેલા તે દિવસે રૂ.300 કમાતી હતી, એના કરતા સન્માનથી જીવીને રૂ.200ની કમાણી કરીએ છીએ એનો અમને ગર્વ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 10:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK