Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Lockdown Fun: લૉકડાઉનમાં લોકોએ કર્યાં આવા ચાળા, ઑફિસ કૉલમાં દેખાયા નગ્ન

Lockdown Fun: લૉકડાઉનમાં લોકોએ કર્યાં આવા ચાળા, ઑફિસ કૉલમાં દેખાયા નગ્ન

08 June, 2020 04:58 PM IST | London
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Lockdown Fun: લૉકડાઉનમાં લોકોએ કર્યાં આવા ચાળા, ઑફિસ કૉલમાં દેખાયા નગ્ન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉને લોકો માટે બહુ બધું બદલી નાખ્યું. ક્યાંક એમ થયું કે લોકો સતત ઑફિસના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યા તો ક્યાંક લોકોને એટલી નવરાશ મળી કે ન પુછોને વાત. જો કે લૉકડાઉનનુ પણ એક રૂટિન બની ગયું અને બીબીસ યુકે પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર લોકોએ લૉકડાઉનમાં ઘણું ન કરવા જેવું કર્યું છે. તેમણે વાચકોને પોતે શું આડું અવળું કર્યું છે તે વિષે પુછ્યું અને લોકોએ પોતાની વાત શેર કરી ત્યારે તે ખરેખર નવાઇ પમાડે તેવી હતી.

એક વાચકે જણાવ્યા અનુસાર તેના નવ વર્ષના દીકરાને ઓનલાઇન ઘરકામ મોકલવાનું હતું. આમ તો પિતા દીકરાને લેસન કરવામાં મદદ કરતા હતા પણ પોતે જે આઇટી એપ્રેન્ટિસને શીખવવાનું કામ કરે છે તે બહુ વ્યસ્ત હતા. તેમણે દીકરાને પોતાનું એક પ્રેઝન્ટેશન આપી કહ્યું કે આ રીતે તારા લેસનનું પ્રેઝન્ટેશન કરી દે જે તો દીકરાએ એવું કંઇ કરવાને બદલે એ જ પ્રેઝન્ટેશન પર પોતાનુ નામ લખીને મોકલી દીધું. આ પ્રેઝન્ટેશનને સૌથી વધુ માર્ક મળ્યા અને ટીચર્સે તેને સ્કૂલ ન્યુઝ લેટરમાં પણ એડ કરાવ્યું હવે દીકરો તો ખુશ છે પણ પપ્પાનું કામ વધી ગયું.



 


અન્ય એક મહિલાએ કહ્યું કે તે પોતાના ઘરે આવતી બધી ગ્રોસરીઝ, શાકભાજી બધાને વ્યવસ્થિત રીતે ડિસઇન્ફેક્ટ કરતી હતી પણ જ્યારે તેને કોઇ વસ્તુઓ પોતાની સાસુને ઘરે લઇ જવાનું આવતું ત્યારે તે આ ચીજોને ડિસઇન્ફેક્ટ ન કરતી. આ મહિલાએ પોતાના આ વર્તન અંગે ખેદ તો વ્યક્ત કર્યો જ છે પણ તેણે લખ્યું કે આ બધું સાફ કરવામાં એટલો સમય લાગતો કે તે તેની સાસુની વસ્તુઓને સાફ ન કરતી અને એમ જ આપી આવતી, જેથી સાસુને ડિસઇન્ફેક્ટ કરવું હોય તો કરે પણ એ પોતે એની માથાકુટમાં ન પડતી.

આ લૉકડાઉન દરમિયાન એક એવી ચેલેન્જ ચાલી હતી જેમાં લોકો પોતાના સાથીની સામે ટુવાલ પહેરીને જતા જ્યારે તે કોઇબીજા કામમાં વ્યસ્ત હોય અને પછી ટુવાલ ફેંકી દેતા. એક યુવતી, પોતાનો વર જ્યારે ઑફિસમાં વીડિયો કૉલ પર હતો ત્યારે તેની સાથે મસ્તી કરવાનાં મુડમાં ત્યાં પહોંચી ગઇ. તેણે તો ટીશર્ટ પહેર્યું હતું પણ તે અગત્યનાં ફોન પર વાત કરતાં પતિ સામે પત્ની ગઇ અને તેણે પોતાનું ટીશર્ટ ઉંચું કરી દઇને પોતાનાં ખુલ્લાં સ્તન પતિને દેખાય એ રીતે ત્યાં ઉભી રહી ગઇ. વળી એ એટલામાં અટકી નહીં પણ તેણે જરા નખરાં પણ કર્યાં, આ જરા એકાદ મીનિટ ચાલ્યું ત્યાં તેને સમજાયું કે તેના વરની બિલકુલ પાછળ મોટો અરીસો છે એટલે તેનું રિફ્લેક્શન અરિસામાં દેખાતું હશે જે વીડિયો કૉલ પરનાં દરેક માણસને પણ દેખાતું હશે. તે ફટાફટ ત્યાંથી ખસી ગઇ પણ લોકોને જે દેખાયું એ તો તેમણે જોઇ જ લીધું હતું એટલે હવે કંઇ ફેર પડવાનો નહોતો. તેનો પતિ આ વાતથી આમ તો ચિઢાયો હતો પણ થોડો સમય બાદ એણે પણ આ વાત હસવામાં કાઢી હતી.


આવું ઘણું બધું લૉકડાઉનમાં થયું હતું જેને યાદ કરીને લોકો કાં તો ગિલ્ટ અનુભવે છે, કાં તો છોભીલા પડ્યા હોવાનું કબુલે છે કાં તો પછી હસવામાં કાઢે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2020 04:58 PM IST | London | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK