લૉકડાઉનની અસર: કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં થયો ઘટાડો

Updated: Mar 26, 2020, 11:19 IST | Gujarati Mid-day Online Correspondent | Delhi

સોશ્યલ ડિસટન્સિંગનો થઈ રહ્યો છે ફાયદો, દસ દિવસમાં પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે તેવું લાગે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (COVID-19)ને કારણે સમગ્ર દેશમાં 21 દિવસના લૅકડાઉનનો આજે બીજો દસિવસ છે અને તેના ફાયદા દેખાવવાની શરૂઆત થઈ ગછ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રોએ આપેલી માહિતિ મુજબ, સમગ્ર દેશમાં પાળવામાં આવતા સોશ્યલ ડિસટન્સિંગની હકારાત્મક અસર દેખાઈ રહી છે. નવા દર્દીઓની સંખ્યા ઝડપથી નથી વધી રહી. ઉપરાંત સંક્રમિત લોકોની સંખ્યા કેટલાક ખાસ રાજ્યોમાંથી જ છે. તેમજ ભારતમાં રોગના લીધે થતા લોકોના મૃત્યુની સંખ્યા પણ બીજા દેશની સરખામણીમાં ઓછી છે. આંકડાઓને જોતા આશાનું કિરણ દેખાય છે. તેમજ આગળની પરિસ્થિતિ શું હશે તેનો દસ દિવસમાં જ ખ્યાલ આવી જશે તેવું લાગે છે.

સુત્રોનો દાવો છે કે, ભારતમાં દર્દીઓની સંખ્યા ઝડપથી નહીં વધવાનું સૌથી મહત્વનું કારણ છે કે અહીં સંક્રમણ રોગ પ્રબંધન (Infectious Disease Management) બહુ મજબુત છે. જ્યારે અમેરિકા અને ઈટલીમાં આવું નથી. આ બન્ને દેશો લાઈપસ્ટાઈલ બીમારીઓનથી વધુ ત્રસ્ત છે. પરંતુ ભારત અનેકવાર સંક્રામક બિમારીઓને નાબુદ કરવા પર ભાર મુકે છે. જેનો ફાયદો કોરોનાના સમયમાં પણ થશે. તેમ છતા વાસ્તવિક દ્રશ્ય ઓછામાં ઓછા દસ દિવસમાં સ્પષ્ટ થશે.

ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 621 એ પહોચી ગઈ છે અને કુલ 12 લોકો મૃત્યુ પામ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK