Flipkart ની બધી સેવાઓ બંધ, Amazon ફક્ત જરૂરી વસ્તુની જ ડિલેવરી કરશે
ફાઈલ તસવીર
વૉલમાર્ટની માલિકિની કંપની Flipkart એ બુધવારે પોતાની વૅબસાઈટ પર એક નોટિસ મુકી છે અને તેમા કહ્યું છે કે ભારતનમાં કોરોનાવાયરસની મહામારીને લીધે જાહેર કરાયેલા 21 દિવસના લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કંપની બધી જ સેવાઓ બંધ કરી રહી છે. Flipkart ની એપ્લિકેશન અને વૅબસાઈટ પર સર્ચ ઑપ્શનમાં બધા જ પ્રોડક્ટસ આઉટઑફ સ્ટૉક દેખાડે છે.
Flipkart એ મેસેજમાં કહ્યું છે કે, 'તમારી જરૂરતો અમારી નમાટે મહહત્વની છે એટલે અમે બહુ જલ્દી ફરી પાછા તમારી સેવામાં હાજર રહીશું. આ કપરી પરિસ્થિતિ છે, આવું પહેલા ક્યારેય નથી બન્યું. લોકોને સુરક્ષિત રાખવા માટે બધા અલગ રહ્યાં હોય અવું ક્યારેય નથી થયું. આ પહેલા રાષ્ટ્રની મદદ માટે લોકો ઘરે રહ્યાં હોય એવું પણ નથી બન્યું.'
ADVERTISEMENT
Flipkart એ જાહેર કરેલો સંદેશ
ઈ-કોર્મસ કંપની Amazone એ મંગળવારે કહ્યું હતું કે, અમે ઓર્ડર લેવાના બંધ કરી દીધા છે અને દેશભરમાં થયેલા લૉકડાઉન દરમ્યાન જીવનજરૂરી વસ્તુ સિવાયની બધી જ વસ્તુઓનું શિપમેન્ટ રોકવામાં આવ્યું છે. ફક્ત ઘર વપરાશની જરૂરી ચીજો, હાઈજીનની વસ્તુઓની જ ડિલેવરી કરવામાં આવશે.