મિડ-ડે Localનો પડઘો - બદનામ જ્યોતિષીની દુકાન જામી શકે એ પહેલાં જ બંધ

Published: 4th October, 2011 20:59 IST

બોરીવલી બાદ મુલુંડમાં દુકાન ખોલનારા બદનામ રાજ જ્યોતિષી ઉર્ફે બિપિન વ્યાસ વિશે મિડ-ડે Localએ  ગયા મંગળવારે કરેલા પર્દાફાશ બાદ તરત જ મુલુંડમાં તેની દુકાન બંધ થઈ ગઈ છે, જેને કારણે આ વિસ્તારના અનેક લોકો છેતરપિંડીથી બચી ગયા હતા.


સપના દેસાઈ

 

મીરાણીનગરમાં તેને જગ્યા ભાડે આપનારા માલિકે ડિપોઝિટ પાછી આપીને દુકાન ખાલી કરાવી લીધી

પૂજા, નંગ, યંત્ર કંઈ જાણતો ન હોવા છતાં માત્ર કુંડળીના આધારે માર્ગદર્શન આપી પથ્થર જેવા કઠિન પ્રfનોનું નિરાકરણ કરવાનો દાવો કરનારા અને દસેક વર્ષ સુધી બોરીવલીમાં લોકોને મૂરખ બનાવનારા બિપિન બાબુલાલ વ્યાસ ઉર્ફે રાજ જ્યોતિષીએ મુલુંડ-વેસ્ટમાં મીરાણીનગરમાં આવેલી શ્રદ્ધા હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં દોેઢેક મહિના પહેલાં જ એક નાનકડી દુકાન ભાડેથી લીધી હતી અને લોકલ છાપાંઓમાં તેણે પોતાની જાહેરખબરો છપાવી હતી તેમ જ ચોપાનિયાં સુધ્ધાં છપાવીને તેણે વહેંચ્યાં હતાં.

 

એને કારણે દિવસમાં બે-ચાર બકરા તેને મળી જતા હતા, પણ સમસ્યાના નિરાકરણ માટે આવેલી મહિલાનો વિનયભંગ કરવાના આરોપસર બોરીવલી પોલીસ-સ્ટેશનની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનો તેમ જ લોકો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલ ગયા અઠવાડિયે મિડ-ડે Localમાં છપાયા બાદ ગભરાઈ ગયેલા બિપિન વ્યાસે રાતોરાત પોતાની દુકાન બંધ કરી દીધી છે એટલું જ નહીં, જે જગ્યા તેણે ભાડે લીધી હતી એના માલિકે તેની ડિપોઝિટ તેને પાછી આપીને જગ્યા ખાલી કરાવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK