લાંબા અંતરની ટ્રેનોને દાદરને બદલે કુર્લા એલટીટી પરથી દોડાવવાની યોજના

Published: 23rd December, 2011 06:08 IST

લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે મહત્વનું રેલવે-સ્ટેશન એટલે દાદર. સૌથી વધુ ભીડ આ સ્ટેશન પર જ જોવા મળે છે.

 

આ બાબતને ધ્યાનમાં લઈને દાદર સ્ટેશનથી ઊપડતી લાંબા અંતરની ટ્રેનોને કુર્લા એલટીટી (લોકમાન્ય ટિળક ટર્મિનસ) પરથી દોડાવવાની યોજના છે.

મધ્ય રેલવેના સત્તાવાળાઓ દ્વારા ૧૭ ડબ્બાની કેટલીક લાંબા અંતરની ટ્રેનોને દાદર સ્ટેશનને બદલે કુર્લા એલટીટીથી દોડાવવાની યોજના છે. પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લઈને રેલવે સત્તાવાળાઓ દ્વારા આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. યોજના અનુસાર મધ્ય રેલવે દ્વારા ચેન્નઈ, અમૃતસર તથા વારાણસી જેવી કેટલીક લાંબા અંતરની ટ્રેનોને દાદરને બદલે કુર્લા સ્ટેશનથી દોડાવવામાં આવશે. હાલમાં લાંબા અંતરની ૧૬ ટ્રેનોને દાદરથી દોડાવવામાં આવે છે, જ્યારે લાંબા અંતરની ૩૬ ટ્રેનોનું કુર્લા એલટીટી પરથી આવનજાવન કરવામાં આવે છે.

મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ‘કુર્લા એલટીટીમાં ૨૪ કોચની ટ્રેનો પણ ઊભી રહી શકે છે, જ્યારે દાદર સ્ટેશને ફક્ત ૧૭ કોચની ટ્રેન જ ઊભી રહી શકે છે. જો પ્રવાસીઓની માગણીમાં વધારો થશે તો હજી કોચ વધારવામાં આવી શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK