તેણે યુ-ટ્યુબ પર અપલોડ કરેલો વિડિયો ૫૦ લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. ‘હાઉ ટુ લુક લાઇક અ ડૉલ’ નામના આ વિડિયોમાં તેણે કેવી રીતે લિવિંગ ડૉલ બની શકાય છે એની સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપી છે. તેનો લુક એટલી હદે ડૉલ જેવો છે કે
ભાગ્યે જ કોઈ કહી શકે કે તે જીવતી-જાગતી છોકરી છે. યુ-ટ્યુબ પરના વિડિયોને કારણે સેલિબ્રિટી બની ગયા બાદ પોલૅન્ડની એક ટીવી-ચૅનલે હમણાં જ તેનો ઇન્ટરવ્યુ લીધો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે પાંચ ભાષાઓ જાણે છે અને તેને હંમેશાં ડૉલની જેમ જ રહેવું છે.