1000 વર્ષ જૂનું ઓકનું વૃક્ષ ઇંગ્લૅન્ડના ટ્રી ઑફ ધ યર તરીકે પસંદગી પામ્યું

Published: Oct 30, 2019, 09:48 IST | ઈંગ્લૅન્ડ

ઈંગ્લૅન્ડના લિવરપૂલમાં ૧૧મી સદી વખતે જેનું અસ્તિત્ત્વ હતું એવા વૃક્ષને હાલમાં ૨૧મી સદીમાં ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે.

ઓકનું વૃક્ષ
ઓકનું વૃક્ષ

ઈંગ્લૅન્ડના લિવરપૂલમાં ૧૧મી સદી વખતે જેનું અસ્તિત્ત્વ હતું એવા વૃક્ષને હાલમાં ૨૧મી સદીમાં ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓકનું આ વૃક્ષ નૉર્મસે ઇંગ્લૅન્ડ પર વિજય મેળવ્યો એ વખતે એટલે કે ૧૦૬૬ની સાલમાં પણ મોજૂદ હતું. ૨૦૧૪ની સાલથી ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડમાં કોઈ ખાસ ઇતિહાસ ધરાવતા વૃક્ષોને ટ્રી ઑફ ધ યર માટે પસંદ કરવામાં આવેે છે. ૨૦૧૯માં એનું બહુમાન લિવરપૂલના ઓકના વૃક્ષને મળ્યું હતું. આ વૃક્ષો કેટલાં જૂનાં છે એ તો ઠીક પણ સાથે એની સુંદરતા પણ કેવી છે એ પણ મહત્ત્વનું છે અને એ માટે લોકો પાસેથી વોટિંગ પણ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો : શરૂ થઈ છે ડરામણી અને ગંદીગોબરી ઢીંગલીઓની સ્પર્ધા

આ ઓકના વૃક્ષે કુલ ૧૧,૦૦૦ મતમાંથી ૩૪ ટકા મત મેળવ્યા હતા. એની સામે સ્પર્ધામાં એસેક્સમાં એક મહેલ પર ઉગેલું ગૂલરનું વૃક્ષ અને વાઇટ આઇલૅન્ડ પર આવેલું એક ડ્રૅગન ટ્રી હતું. 

ઓકનું આ વૃક્ષ હવે યુરોપિયન ટ્રી ઑફ ધ યરની સ્પર્ધામાં આવતા વર્ષે ભાગ લેશે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કોઈ સૈનિક યુદ્ધ માટે નીકળતો ત્યારે આ ઝાડનાં પાંદડાં ખિસ્સામાં રાખતો હતો. એવી માન્યતા હતી કે એમ કરવાથી સૈનિકની રક્ષા થાય છે. જેટલો જૂનો એનો ઇતિહાસ છે એટલી જ રસપ્રદ કહાણીઓ એની સાથે વણાયેલી છે. લોકવાયકા જ નહીં, ૧૮૦૬માં વિલિયમ્સે લખેલી એક બુકમાં પણ ઉલ્લેખ થયો છે કે આ વૃક્ષ હકીકતમાં એક ડરામણા ડ્રૅગનનું શરીર છે. કોઈ યોદ્ધાએ ડ્રૅગનને મારી નાખ્યો હતો એટલે એનું શરીર વૃક્ષમાં તબદિલ થઈ ગયું હતું. ૧૮૬૪માં એક જહાજમાં ભરેલો દારૂગોળો ફાટતાં આ વૃક્ષમાં તિરાડો પડી ગયેલી અને એમ છતાં એ બચી ગયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK