PM Speech: ૨૨મી માર્ચ રવિવારે જનતા કર્ફ્યુ, નાગરિકોએ ફરજ બજાવવી

Updated: Mar 20, 2020, 10:06 IST | Gujarati Mid-Day Online Correspondent | Delhi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન તે દેશવાસીઓને કોવિડ 19 સાથે જોડાયેલ મામલા અને તેનાથી બચવા સંબંધિત વાત કરશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

08.25 PM

કોરોનાથી બચાવને જ પ્રાથમિકતા આપવી રહી

જીવન જરૂરિયાતની ચીજોનો જથ્થો લોકોને મળે તેની અમે તકેદારી રાખીએ છીએ અને માટે જ હુ ંસૌને અપિલ કરીશ કે પેનિક બાયિંગ ન કરે, મોટી સંખ્યામાં ચીજો ખરીદવાની જરૂર નથી. મને આશા છે કે નાગરિકો પોતાની ફરજનું અનુસરણ કરશે. શંકા અને અફવાઓનો માહોલ પણ ખડો થઇ શકે છે અને ક્યારેક એક નાગરિક તરીકે આપણી અપેક્ષાઓ પુરી ન થાય તેમ બને. આપણે એવી હાલતમાં છીએ કે આપણે તો બીજા દેશની મદદ ન લઇ શકીએ ન આપી શકીએ ત્યારે જરૂરી છે કે તમામ સંકલ્પ લઇને આ સંકટનો સામનો કરીએ. આપણે કોરોનાથી બચાવને જ પ્રાથમિકતા આપવાની છે. 

08.20 PM

જનતાનાં સેવકોને બિરદાવવા

જે લોકો સતત પોતાનું કામ અટકાવતા નથી અને જનતાની સેવામાં લાગેલા રહે છે તેઓ ૨૨મીના રોજ પણ કામ કરશે. તેમની કામગીરી બિરદાવવા આપણે સૌએ સાંજે પાંચ વાગે, રવિવારે જ તાળી વગાડી કે થાળી વગાડીને તમામને વધાવવા જોઇએ. હું પણ કેન્દ્રમાં પણ કહીશ કે સાયરન વગાડી આ તમામ જાહેર જનતાના સેવકોની કામગીરી બિરદાવે. આપણે હોસ્પિટલ વગેરે જેવા જરૂરી સ્થાનો પર બોજારૂપ ન બનીએ કારણકે અત્યારે સૌથી વધુ જરૂર કોવિડ-૧૯નાં દર્દીઓને હશે. તને જરૂર લાગે તો ડૉક્ટરની સલાહ તમે ફોન પર લો. કોઇ ઓપરેશન વગેરેની તારીખો નક્કી કરી હોય તો તે પણ ટાળો, તેને પાછી ઠેલો.

08.15 PM

૨૨મી માર્ચ રવિવારે બાર કલાક આત્મસંયમ

જનતા માટે, જનતા દ્વારા, જનતાએ જ લગાડેલો કર્ફ્યુ બહુ જરૂરી છે. ૨૨મી માર્ચ રવિવારે, આપણે આત્મસંયમનો પ્રયાસ કરીએ. સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી કોઇએ પણ કામ વગર બહાર ન જવું. આ જ એક ઉદાહરણ હશે જેનાથી આપણે આવનારા મુશ્કેલ સંજોગોમાં લડત આપવા તૈયાર છીએ તે સાબિત થશે. હું રાજ્ય સરકારોને પણ આ અનુસરવા માટે અને તે માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવા અપિલ કરીશ.

08.10 PM

સંકલ્પ અને સંયમ જરૂરી

કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની તમામ જાહેરાતોને અનુસરીશું તથા આપણે સંકલ્પ લઇએ કે આપણે સંક્રમિત નહીં થઇએ તથા બીજાને પણ નહીં કરીએ. હમ સ્વસ્થ તો જગ સ્વસ્થનો મંત્ર અનુસરવો જરૂરી. આ બિમારીથી બચવા માટે સંયમ અનિવાર્ય છે. ભીડથી બચવું, ઘરથી બહાર નિકળવાથી બચવું એ આ મહામારીથી બચવાનો સૌથી કારગત અને જરૂરી ઉપયોગ છે. આગામી અઠવાડિયા દરમિયાન જેટલું શક્ય હોય તેટલું ઘરેથી બહાર જવાનું ટાળો અને બધું કામ ઘરેથી જ કરો. 65થી વધુ વય ધરાવનારા નાગરિકોએ બહાર ન નિકળવું તેવી મારી તાકીદ છે. 

8.00 PM

મારે દેશવાસીઓ મને નિરાશ નથી કર્યો

મોદીએ કોરોના વાઇરસની ગંભીરતા અને વ્યાપકતાની વાત ટાંકી તથા પોતાના દેશવાસીઓએ તેમને ક્યારેય નિરાશ નથી કર્યા તેવી ટહેલ કરી. ભારત પર કોરોના વાઇરસની કોઇ અસર નહીં પડે તેમ માનવું યોગ્ય નથી. ૧૩૦ કરોડ દેશવાસીઓ એ આ વૈશ્વિક મહામારીને રોકવા માટે એક નાગરિક તરીકે આપણે આપણી ફરજનું પાલન કરીશું. મને ખાતરી છે કે લોકો આમાં પુરો સાથ આપશે. 

કોરોના વાઇરસને મામલે દેશમાં જે રીતે ટેન્શન સતત વધી રહ્યું છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, ગુરુવારે સાંજે રાષ્ટ્રને સંબોધવાનો નિર્ણય લીધો છે. સાંજે 8.00 વાગે નરેન્દ્ર મોદી આ સંબોધન કરશે. વડાપ્રધાને કોરોના વાઇરસને લીધે ખડા થયેલા સંજોગોની સમિક્ષા કરવા બેઠક પણ બોલાવી છે. દેશ સામેના આ મોટા પડકારને નાથવા સરકાર શું કરી રહી છે તથા લોકો પાસેથી શી અપેક્ષા રાખે છે તથા કઇ રીતે જનતાએ તાણમાં ન આવવું તે અંગે વડાપ્રધાન સંબોધન કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK