હજી શીખું છું જિંદગી જીવતાં - (લાઈફ કા ફન્ડા)

હેતા ભૂષણ | Feb 08, 2019, 14:43 IST

હજી જિંદગી જીવતાં શીખું છું. તમે બધા પણ જિંદગી જીવતાં શીખતા રહો. જેની પાસે જે કંઈ સારું, જે નવું હોય એ સ્વીકારતાં રહો. ભલે અંગ્રેજી આવડતું નહોતું છતાં લાલજીભાઈએ સરસ સંદેશ આપ્યો. બધાએ લાલજીભાઈની વાતને તાળીઓથી વધાવી લીધી.

હજી શીખું છું જિંદગી જીવતાં - (લાઈફ કા ફન્ડા)
હજી જિંદગી જીવતાં શીખું છું

લાઇફ કા ફન્ડા

એક સિનિયર સિટિઝન ક્લબમાં બહુ જ સરસ અને જુદી જ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. દરેક મેમ્બરે પોતાના નામના પહેલા અંગ્રેજી ભાષાના મૂળાક્ષર પરથી એક અંગ્રેજી શબ્દ પસંદ કરીને માત્ર બે મિનિટ એક સારો સંદેશ આપવાનો હતો અથવા એક સારો અનુભવ વર્ણવવાનો હતો. બધા મેમ્બર ઉત્સાહી હતા અને કંઈક સરસ સંદેશ આપવાનું વિચારીને તૈયારી કરીને આવ્યા હતા.

હરીફાઈ શરૂ થઈ. એક પછી એક મેમ્બર સ્ટેજ પર આવવા લાગ્યા. હેમલતાબહેન આવ્યાં. તેમણે પોતાના નામના પહેલા અક્ષર પરથી સંદેશ પસંદ કર્યો હતો હેલ્પ. તેમણે સંદેશ આપ્યો અન્યને હંમેશાં મદદ કરો અને પોતાને જરૂરતના સમયે અન્યે અચાનક મદદ કરી હતી એ પ્રસંગ વર્ણવ્યો. સુરેન્દ્રભાઈ આવ્યા. તેમણે શબ્દ પસંદ કર્યો હતો સ્ટ્રૉન્ગ.... તેમણે સંદેશ આપ્યો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે સદા મજબૂત રહો, હિંમત ન હારો. એક પછી એક મેમ્બર સ્ટેજ પર આવતા ગયા અને સરસ શબ્દ અને સંદેશ રજૂ કરતા ગયા.

હવે એક મેમ્બર સ્ટેજ પર આવ્યા અને તેમને જોઈને બધા હસવા લાગ્યા. તેમનું નામ હતું લાલજીભાઈ. લાલજીભાઈ કચ્છી વેપારી હતા. બહુ વહેલા કામ કરવા લાગ્યા હતા અને માંડ આઠ ચોપડી ગુજરાતી ભણેલા હતા. અંગ્રેજી બહુ આવડતું નહોતું. તેમણે સફેદ લેંઘો-ઝભ્ભો પહેર્યો હતો અને ગળામાં આગળ-પાછળ પૂંઠા પર પોતાના નામનો પહેલો અક્ષર લાલ રંગમાં મોટા અક્ષરે લખ્યો હતો અને એટલે તેમને જોઈને બધા હસવા લાગ્યા હતા.

લાલજીભાઈના એક મિત્રએ બૂમ પાડી કહ્યું, ‘લાલજી, આ શું વેશ કાઢ્યા છે. આમ પહેરીને શું ફરે છે? ન્ શબ્દ પરથી અંગ્રેજી શબ્દ પસંદ કરી બોલવાનું છે. તું રહેવા દે દોસ્ત, તને અંગ્રેજી ક્યાં આવડે છે, તને નહીં ફાવે. ફરી બધા હસવા લાગ્યા, છતાં લાલજીભાઈ હિંમત ન હાર્યા. માઇક પાસે ગયા અને હિંમતથી બોલ્યા... ચાલો, હું તમને કહું કે આ ન્ કેમ લટકાવ્યો છે. આ પેલા બધા નવા-નવા ગાડી કે સ્કૂટર ચલાવતાં શીખતા હોય ત્યારે બરાબર આમ જ પૂંઠા પર લાલ રંગમાં ન્ લખીને લટકાડે છે. એનો અર્થ મારી પૌત્રીએ મને કહ્યો કે દાદા આ ન્નો અર્થ કે આ ગાડી કે સ્કૂટરનો ડ્રાઇવર હજી વાહન ચલાવતાં શીખી રહ્યો છે. અને આજે મેં મારી આગળપાછળ ન્ લટકાવ્યો છે અને મારો સંદેશ છે.

 

આ પણ વાંચો: દીકરી - (લાઇફ કા ફન્ડા)

 

હજી જિંદગી જીવતાં શીખું છું. તમે બધા પણ જિંદગી જીવતાં શીખતા રહો. જેની પાસે જે કંઈ સારું, જે નવું હોય એ સ્વીકારતાં રહો. ભલે અંગ્રેજી આવડતું નહોતું છતાં લાલજીભાઈએ સરસ સંદેશ આપ્યો. બધાએ લાલજીભાઈની વાતને તાળીઓથી વધાવી લીધી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK