બ્રોકરેજ વગર ભાડાનું મકાન અને લાઇક-માઇન્ડેડ રૂમમેટ પણ શોધી આપતી વેબ્સાઇટ મુંબ્ઈમાં સુપરહિટ

Published: 13th December, 2014 07:09 IST

સિંગલ યંગસ્ટર્સને નડતી મુશ્કેલીઓના અનુભવ બાદ એક સ્ટ્રગલર યુવતીએ ફ્રેન્ડ સાથે મળી grabhouse લૉન્ચ કરી : એક જ વર્ષમાં ૨૦,૦૦૦ લોકોને મદદ મળી


સિંગલ યંગસ્ટર્સને મુંબ્ઈમાં ભાડાનું મકાન શોધવામાં ખૂબ્ મુશ્કેલી પડે છે, પરંતુ પરણ્યા ન હોય એવા લોકો માટે મકાન શોધવાની મુશ્કેલીઓનો અનુભવ કરી ચૂકેલી પંખુડી શ્રીવાસ્તવે પ્રતીક શુક્લા નામના યુવક સાથે મળીને એક વેબ્સાઇટ લૉન્ચ કરી છે જે તેના જેવા હજારો યંગસ્ટર્સ માટે રાહતરૂપ નીવડી છે. આ વેબ્સાઇટ માત્ર મકાન શોધી આપવામાં જ નહીં, લાઇક-માઇન્ડેડ રૂમ-પાર્ટનરવાળું ભાડાનું મકાન શોધી આપવામાં પણ મદદરૂપ થાય છે. મોટી રાહતની વાત એ પણ છે કે મુંબ્ઈમાં આવતા સ્ટ્રગલર્સને આવી જગ્યા માટે બ્રોકરેજ પણ નથી ચૂકવવું પડતું અને અન્ય કોઈ એક્સ્ટ્રા ફી પણ ચાર્જ નથી કરવામાં આવતી. આ વેબ્સાઇટે હોમોસેક્સ્યુઅલ કમ્યુનિટીના કેટલાય લોકોને ભાડાની જગ્યા ઉપરાંત લાઇક-માઇન્ડેડ રૂમમેટ શોધી આપવામાં મદદ કરી છે.


આ વેબ્સાઇટનો વિચાર કેમ આવ્યો એ વિશે પંખુડીએ કહ્યું હતું કે ‘હું સ્ટ્રગલર તરીકે મુંબ્ઈમાં આવી ત્યારે સિંગલ હોવાથી કોઈ ભાડે મકાન આપવા તૈયાર નહોતું થતું. થોડા વખતમાં કેટલીયે રૂમ્સ અને રૂમમેટ્સ બ્દલાયાં અને આખરે મારા જેવા અન્ય લોકોને મદદ કરવાનો વિચાર આવ્યો એટલે ત્ત્વ્-ખડગપુરના મારા ફ્રેન્ડ પ્રતીકની સાથે મળીને grabhouse વેબ્સાઇટ લૉન્ચ કરી દીધી.’ ગયા વર્ષે આ વેબ્સાઇટ લૉન્ચ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ વીસેક હજાર લોકોને મકાન શોધવામાં તેઓ મદદરૂપ થયા છે. હોમોસેક્સ્યુઅલ કમ્યુનિટીના લોકો સામે તકલીફ કે સૂગ ન ધરાવતા હોય એવા મકાનમાલિકો અને લાઇક-માઇન્ડેડ રૂમ-કમ્પૅનિયન ચાહતા હોય એવા લોકોના ડેટા મેળવીને તેમને પણ મુંબ્ઈમાં રહેવાની રૂમ માટે આ વેબ્સાઇટ પરથી મદદ મળી શકે છે. તેથી આ કમ્યુનિટીના લોકો માટે પણ આ વેબ્સાઇટ રાહતરૂપ છે.   


grabhouse કો-ઓનર પંખુડીએ કહ્યું હતું કે ‘માર્કેટમાં રૂમ ભાડે લેવા જઈએ એટલે દલાલોને કમસે કમ એક મહિનાનું ભાડું તો આપવું જ પડે. જોકે હવે જમાનો બ્દલાયો છે. લોકો ઑનલાઇન શૉપિંગ, કમ્યુનિકેટિંગ અને ટ્રાવેલિંગની વ્યવસ્થા પણ કરી શકે છે તો ટેક્નૉલૉજીની મદદથી ઑનલાઇન રૂમ ભાડે કેમ ન મળે? આ એક એવી દુનિયા છે જેમાં દલાલોનું સ્થાન નથી.’ જોકે બ્રોકરોનો જમાનો પૂરો થવામાં છે એ વાત માનવા બ્રોકરો તૈયાર નથી. કે. કર્મા રિયલ્ટર્સના પ્રકાશ રોહેરાએ કહ્યું હતું કે ‘૫૦ વર્ષ પહેલાંથી તો બ્રોકરો છે અને હજી કમસે કમ ૫૦ વર્ષ તેઓ રહેશે. ડાયરેર ડીલ હોય તો પણ લોકો મકાન ભાડે લે કે ખરીદે ત્યારે દલાલોની મદદ તો લે જ છે, કેમ કે બ્ન્ને પાર્ટી વચ્ચેની ડીલમાં ધ્યાન રાખવા અને વિશ્વાસ ઊભો કરવા માટે કોઈ તો જોઈએને? ઇન્ટરનેટ હજી લોકોનો આટલી હદે વિશ્વાસ નથી મેળવી શક્યું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK