કામનો ઉત્સાહ (લાઇફ કા ફન્ડા)

Published: 27th November, 2012 06:49 IST

એક વૃદ્ધ શિલ્પીનું નામ તેના દેશમાં ખૂબ જ જાણીતું હતું. વૃદ્ધાવસ્થાને લીધે તેમનાથી હવે ભારે પથ્થરો ફેરવી શકાતા નહોતા તેથી તેમણે એક શિલ્પવિદ્યાલય શરૂ કર્યું.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક વૃદ્ધ શિલ્પીનું નામ તેના દેશમાં ખૂબ જ જાણીતું હતું. વૃદ્ધાવસ્થાને લીધે તેમનાથી હવે ભારે પથ્થરો ફેરવી શકાતા નહોતા તેથી તેમણે એક શિલ્પવિદ્યાલય શરૂ કર્યું.

આમ તો અનેક છોકરાઓ એમની પાસે શિલ્પ કળા શીખતા હતા. પણ એક છોકરા તરફ તેમનું ખાસ ધ્યાન ખેંચાયું હતું એ છોકરાની કળામાં તેમને ચમકારો દેખાયો હતો.

એક દિવસ એક શ્રીમંત છોકરાએ હિંમત કરી ફરિયાદ કરતાં વૃદ્ધ શિલ્પકાર ગુરુને કહ્યું, ‘તમે એ છોકરા પર વધુ ધ્યાન આપો છો ને?’

ગુરુ શિલ્પકારે કહ્યું, ‘હા, ખોટુ નહીં બોલું એવું બને છે ખરું’

શ્રીમંત વિદ્યાર્થીના મિત્રએ કહ્યું, ‘એમ શા માટે બનવું જોઈએ?’

વૃદ્ધ શિલ્પકારે શાંતિથી કહ્યું, ‘હું તમારા આ પ્રશ્નનો જવાબ આપું તે પહેલાં મારા પ્રશ્નનોના જવાબ આપો.’

અત્યારે શો સમય થયો છે?

‘સંધ્યાસમય થયો છે’ એક વિદ્યાર્થી બોલ્યો ગુરુજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘શિલ્પભવનના વિદ્યાર્થીઓ ક્યાં ગયાં છે?’

શ્રીમંત વિદ્યાર્થી બોલ્યો, ‘અમે તમારી પાસે આવ્યા બાકી સંતાકુકડી રમે છે.’

ગુરુજી બોલ્યા, ‘તમે જે છોકરા વિશે ફરિયાદ કરો છો તે ક્યાં છે?’

શ્રીમંત મિત્રએ થોડા કંટાળા સાથે કહ્યું, ‘તે તો શિલ્પભવનમાં કોઈક પથ્થરને ઠીક કરે છે. કોણ જાણે ક્યારેય થાકતો નથી.’

ગુરુજી બોલ્યા, ‘જોયું તારી ફરિયાદ અને પ્રશ્નનો જવાબ જ એ છે કે તેની પર વધારે ધ્યાન આપોઆપ અપાય જાય છે કારણ તે ક્યારેય શિલ્પકળા શીખતાં થાકતો નથી.’

પેલા બધા છોકરાઓ શરમાઈને ચૂપચાપ વિદાય થઈ ગયા.

વૃદ્ધ શિલ્પકાર શિલ્પભવનમાં ગયા ત્યારે મીણબત્તીના અજવાળે પેલો કિશોર પથ્થરના એક અભાગને લિસ્સો બનાવી ચૂક્યો હતો અને તેની ઉપર નવા શિલ્પકામ માટે રેખાંકન કરતો હતો.

ગુરુજી બોલ્યા, ‘બેટા હવે રાત પડી ઘરે જા, કાલે કરજે, થાક નથી લાગ્યો.’

પેલો છોકરો બોલ્યો, ‘ના, મારી પાસે કામ ન હોય તો મને થાક લાગે.’

દિવસના અંતે પણ પોતાના કાર્યમાં આટલા ઉત્સાહથી શિલ્પકામમાં તલ્લીન કિશોરને જોઈ વૃદ્ધ શિલ્પકાર સ્વગત બોલ્યા, ‘આ મારાથી પણ મોટો શિલ્પકાર થશે’

ખરેખર તે કિશોર માઇકલ એન્જલોને નામે વિશ્વવિખ્યાત શિલ્પકાર બન્યો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK