કવિવર રવીન્દ્રનાથ ઠાકુર બાળપણથી જ કવિતા લખતા. યુવાન થતાં-થતાંમાં તો એટલા બધા પ્રસિદ્ધ થઈ ગયા કે બધે તેમની વાહ-વાહ બોલવા લાગી.
(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)
દો પછી મને મારજો!
કવિવર રવીન્દ્રનાથ ઠાકુર બાળપણથી જ કવિતા લખતા. યુવાન થતાં-થતાંમાં તો એટલા બધા પ્રસિદ્ધ થઈ ગયા કે બધે તેમની વાહ-વાહ બોલવા લાગી.
પરંતુ જેટલા તે મશહૂર બનતા ગયા, એટલા જ દુશ્મનો પણ વધ્યા. માનવીનો સ્વભાવ વિચિત્ર છે. એક માણસથી બીજા માણસની કીર્તિ સહન ન થાય.
રવિબાબુને પણ દસ દોસ્ત મળ્યાં તો સામે દોઢસો દુશ્મન ઊભા થયા. તે દુશ્મનોએ આ ઊગતા કવિને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડ્યું. એક ગુંડાને અમુક રકમ આપીને રવિબાબુનું ખૂન કરવા મોકલ્યો.
રાતનો વખત હતો. જળ પણ જંપી ગયા હતા. બધે જ નિદ્રાનું રાજ ફેલાયેલું હતું.
એકલા રવિબાબુના ખંડમાં બત્તી બળતી હતી. કવિ ટેબલ-ખુરશી પર બેસી કંઈક લખતા હતા. જગત ઊંઘી ગયું છે. કવિની કવિની કલ્પના જાગી છે. આસપાસની દુનિયા ભૂલીને કવિવર કવિતા લખી રહ્યા છે.
અચાનક જ તેમના ટેબલ ઉપર ‘ખચ્ચાક’ અવાજ થયો. કવિએ ઝબકીને ઊંચુ જોયું. સામે એક પહેલવાન જેવો જુવાન ઊભો છે. કાળાં કપડાં છે. તેના મજબૂત હાથમાં રહેલો છરો તેણે કવિવરના ટેબલ પર ‘ખચ્ચાક’ કરીને ખૂંટાડી દીધો છે.
રવિબાબુ બિલકુલ ડર્યા નહીં. તે તો દિલથી કવિ-જગતના પ્રાણીમાત્ર ભણી ભાઈચારો રાખે, તેમને વળી ડર શેનો?
તેમણે મીઠે અવાજે પૂછ્યું, ‘ભાઈ, શું કામ છે? કેમ આવવું થયું...’
એકદમ ડરામણાં લાગતા ગુંડાએ ભારે ભરખમ અવાજ સાથે કહ્યું, ‘હું તારું ખૂન કરવા આવ્યો છું.’
આ સાંભળીને પણ રવિબાબુ જરા પણ વિચલિત થયા નહીં. તેમણે નિર્ભયતાથી કહ્યું, ‘ભલે ભાઈ, તમારી એવી જ ઇચ્છા હોય તો મને મારી નાખો, પરંતુ અત્યારે હું એક કાવ્યની રચના કરું છું, એ પૂરું થતાં કલાક લાગશે. ત્યાં સુધી થોભો પછી તમારું કામ પતાવજો.’
ગુંડો તેમની વાત અને નીડરતા જોઈ અવાચક થઈ ગયો. તેણે કરડાકીથી કહ્યું, ‘ભલે જલદી લખો લો.’
રવીન્દ્રનાથજી તો પાછા કવિતાની દુનિયામાં ખોવાઈ ગયા. નથી ઊંચું જોતા, નથી ડરતા, નથી ભાગવાની કોશિશ કરતા.
ગુંડાને વિચાર આવ્યો કે આ કેવો મહાન માણસ છે. નથી તેને મોતની બીક કે નથી તેને મારવા આવનાર તરફ ગુસ્સો.
ગુંડાને પસ્તાવો થયો. આવા દેવ જેવા માણસને મારે મારવો જોઈએ નહીં, ભલે તે જીવે, ભલે તે ભાઈચારાની ને માણસાઈની કવિતા લખે. તે છરો લઈ ચૂપચાપ ચાલ્યો ગયો.
કવિના કવિતા-પ્રેમ અને નિર્ભયતાએ તે ગુંડાનું મન પણ પ્રેમથી ભરી દીધું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK