મનનું તો આવું જ - લાઇફ કા ફન્ડા

Updated: 21st January, 2019 15:22 IST | Heta Bhushan

મુંબઈની લાઇફલાઇન કહેવાતી આપણી લોકલ ટ્રેનોમાં બધાને ખબર જ હશે કે સવારે અને સાંજે બહુ ગિરદી હોય.

મુંબઈની લાઇફલાઇન કહેવાતી આપણી લોકલ ટ્રેનોમાં બધાને ખબર જ હશે કે સવારે અને સાંજે બહુ ગિરદી હોય
મુંબઈની લાઇફલાઇન કહેવાતી આપણી લોકલ ટ્રેનોમાં બધાને ખબર જ હશે કે સવારે અને સાંજે બહુ ગિરદી હોય

મુંબઈની લાઇફલાઇન કહેવાતી આપણી લોકલ ટ્રેનોમાં બધાને ખબર જ હશે કે સવારે અને સાંજે બહુ ગિરદી હોય.

બે-બે મિનિટે ગાડી મળે. ફાસ્ટ, સુપરફાસ્ટ, સ્લો વગેરે... સ્લો ટ્રને બધાં સ્ટેશનો પર ઊભી રહે, ફાસ્ટ અમુક જ સ્ટેશનો પર અને સુપરફાસ્ટ તો માત્ર મુખ્ય સ્ટેશનો પર. આ બધું આપણે જાણીએ છીએ.

મુંબઈ તો દોડતું જ રહે. ગમે એ સમયે બધાને ક્યાંક ને ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય. આમ જ બધા સાંજના સમયે કાંદિવલી સ્ટેશન પર દોડી રહ્યા હતા. સ્ટેશન પર ગિરદી તો હતી જ. એક આખા કુટુંબને લગ્નમાં જવું હતું. બધા તૈયાર થઈને ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. જલદી પહોંચવું હતું એટલે તેમનામાંથી એક બહેન બોલ્યાં, ‘ફાસ્ટ ટ્રેન મળી જાય તો સારું, જલદી પહોંચી જવાય. મોડું થઈ ગયું છે.’

ઑફિસથી છૂટીને ઘરે જવાની ઉતાવળવાળા બીજા લોકો પણ ફાસ્ટ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પણ ટ્રેન સ્લો આવી. બધાને મનમાં એ ન ગમ્યું, પણ ચડી ગયા. હવે નવા યાત્રીઓ સ્ટેશન પર આવવા લાગ્યા. મોટા ભાગના લોકો ફાસ્ટ ટ્રેનની રાહ જોતા હતા. એક યુવતી આવી. તેને વિલે પાર્લે‍ જવું હતું એટલે સ્લો ટ્રેન પકડવી પડે. ઘણું મોડું થતું હતું એટલે જલદી ટ્રેન આવે તો સારું એમ તે વિચારતી હતી. ત્યાં ટ્રેન આવી, પણ ફાસ્ટ. જે લોકોને જલદી પહોંચવું હતું તે બધા રાજી થયા; પણ પેલી યુવતી જેને મોડું થતું હતું તેણે પરાણે ફાસ્ટ ટ્રેન છોડવી પડી, કારણ તેને પાર્લા ઊતરવાનું હતું. તેનો ઉચાટ વધ્યો. મનમાં થયું કે અરે, અત્યારે સ્લો ટ્રેન જોઈએ છે તો ફાસ્ટ કેમ આવી?

આવા વિચારો અને મનની આવી ભાવનાઓ રોજ દરેક સ્ટેશન પર બધા લોકોના મનમાં ઊમટતી હશે. આપણા મનનું આવું જ વિચિત્ર ખાતું છે. પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાને સ્લો ટ્રેન જોઈએ તો સ્લો ટ્રેન આવવી જોઈએ અને જ્યારે જલદી પહોંચવું હોય ત્યારે ફાસ્ટ ટ્રેન. તો જ સારું, નહીંતર મનને ન ગમે. આમ ફાસ્ટ ટ્રેનનો મોહ હોય, પણ પોતાને નજીકમાં જવું હોય તો સ્લો ટ્રેન જ આવવી જોઈએ. જે જોઈતું હોય એ મળે તો સારું, બાકી બધું નકામું એવો આપણે બનાવેલો નિયમ છે અને એ પ્રમાણે ન થાય તો તરત મન નારાજ થઈ જાય અને ફરિયાદ કરે કે મારી સાથે જ આવું થાય છે. ફરિયાદ ન કરો. જે મળે, જ્યારે મળે એ સ્વીકારીને ખુશ રહો અને આભાર માનો.

First Published: 24th December, 2018 21:05 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK