લાઇફ કા ફન્ડા - બોલો ઓછું, સાંભળો વધુ

Published: Apr 22, 2019, 10:49 IST

આશ્રમમાં એક બોલ-બોલ કરનાર શિષ્ય હતો, સતત વાતો કરતો રહે. વર્ષોથી આશ્રમમાં રહેતો હતો. બધા નિયમથી જ્ઞાત હતો. જ્ઞાની અને ધ્યાની પણ હતો. ગુરુનો પ્રિય હતો, પણ પોતે બધું જ જાણે છે અને એ વાત બધાને જતાવવા તે સતત બોલતો રહેતો.

આશ્રમમાં એક બોલ-બોલ કરનાર શિષ્ય હતો, સતત વાતો કરતો રહે. વર્ષોથી આશ્રમમાં રહેતો હતો. બધા નિયમથી જ્ઞાત હતો. જ્ઞાની અને ધ્યાની પણ હતો. ગુરુનો પ્રિય હતો, પણ પોતે બધું જ જાણે છે અને એ વાત બધાને જતાવવા તે સતત બોલતો રહેતો. કોઈને કંઈક હુકમ કરતો. કોઈકને કંઈક સમજાવતો. નવા શિષ્યોને ગુરુ સાથેની પોતાની વાતો કરતો. મહેમાનોને આશ્રમ વિશે જણાવતો. સતત બોલવાનું જ તેનું કામ હતું અને આ કામ તેને એટલું પ્રિય હતું કે તે કોઈને કંઈ બોલવા જ ન દેતો, પોતે જ સવર્‍સ્વ જાણકાર હોય એમ બોલતો જ રહેતો.

શિષ્યની આ રીતથી આશ્રમના અન્ય થોડા શિષ્યો કંટાળી ગયા હતા. કોઈ પ્રશ્ન ગુરુજી પૂછતા તો તે પોતે જ ઉત્તર આપતો, અન્ય કોઈને આપવા જ ન દેતો. ગુરુજી કોઈના પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે બોલી ઊઠતો, ‘અરે ભાઈ, આટલી નાની વાતમાં ગુરુજીને શું પરેશાન કરો છો, મને જણાવો, હું તમારા પ્રશ્નનો હલ લાવી દઈશ અને બસ પોતે જ ઉકેલ આપવા માંડતો. ગુરુજીને પણ બોલવા ન દે.

એક દિવસ ગુરુજીએ આ કોઈને કંઈ જ બોલવા ન દેતા શિષ્યને કહ્યું, ‘આ કવિતા મુખપાઠ કરી આપ. પેલા શિષ્યએ સતત એકની એક કવિતાનું રટણ કરી કવિતા મુખપાઠ કરી લીધી. લાગલગાટ ગુરુજીએ તેને રોજ એકની એક કવિતા જ મુખપાઠ કરવાનું કહ્યું, બીજું કંઈ નહીં. થોડા દિવસ પછી તેણે ગુરુજીને કહ્યું, ‘ગુરુજી, મેં કવિતા મુખપાઠ કરી લીધી છે, સતત આપ મને એકની એક જ કવિતા મુખપાઠ કરવાનું કહો છો. બીજું આગળ કંઈ નવું શીખવતા નથી. ગુરુજીએ કહ્યું, ‘પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ કે તને આ કવિતા સતત રટણ કરતા રહેવાથી શું શું આવડ્યું?’ શિષ્યએ કહ્યું, ‘આ કવિતા.’ ગુરુજીએ પૂછ્યું, ‘આટલા દિવસ કવિતા રટણ કરી, બીજું કંઈ ન આવડ્યું?’ શિષ્યએ થોડા અકળાઈને કહ્યું, ‘ગુરુજી સતત કવિતા જ રટણ કરું તો તે જ આવડે જ ને, બીજું નવું ક્યાંથી કંઈ આવડે?’

આ પણ વાંચોઃ આપણી બિનજરૂરી જરૂરિયાતો (લાઇફ કા ફન્ડા)

ગુરુજીએ કહ્યું, ‘ભાઈ જો મારી વાત સમજ, તું જાણકાર છે. જેમ કવિતા જાણે છે તેમ બીજું પણ ઘણુંબધું જાણે છે એમાં બેમત નથી, પણ જેમ તેં માત્ર કવિતા રટણ કરી તો બીજું કંઈ નવું ન શીખી શક્યો એમ સતત તું જે જાણે છે એ જ બોલ્યા કરીશ તો જે જાણે છે એ જ વસ્તુ ફરી ફરી બોલીશ તો કંઈ નવું નહીં શીખી શકે, પણ જો તું અન્યને બરાબર કાન દઈને સાંભળીશ, બીજાને પોતાનો અભિપ્રાય આપવાનો મોકો આપીશ તો તેમની વાતો અને વિચારોમાંથી કંઈક તને ન ખબર હોય, તું ન જાણતો હોય એવું જાણી શકીશ. જ્ઞાન વધારવાનો આ એક રસ્તો છે કે બોલો ઓછું અને સાંભળો વધારે.’ શિષ્ય ગુરુજીની ટકોર સમજીને ઓછું બોલતો થઈ ગયો.

Loading...

Tags

news
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK