સરખામણી ન કરો - (લાઇફ કા ફન્ડા)

Published: Jun 14, 2019, 13:15 IST | લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ

ધોરણ દસના રિઝલ્ટનો દિવસ હતો. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, તેમનાં માતા-પિતા પણ સવારથી ચિંતામાં હતાં કે શું રિઝલ્ટ આવશે? સારા ટકા આવશે કે નહીં?

ધોરણ દસના રિઝલ્ટનો દિવસ હતો. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, તેમનાં માતા-પિતા પણ સવારથી ચિંતામાં હતાં કે શું રિઝલ્ટ આવશે? સારા ટકા આવશે કે નહીં? આવશે તો ગમતી કૉલેજમાં ઍડમિશન મળશે કે નહીં? હોશિયાર છોકરાને ધારેલા માર્ક આવશે કે નહીં એનું ટેન્શન અને ભણવામાં નબળા છોકરાઓને પાસ થવાશે કે નહીં એનું ટેન્શન. ચારે બાજુ ટેન્શનનો માહોલ હતો.

રિઝલ્ટ આવ્યું અને જુદાં-જુદાં દૃશ્યો સર્જાયાં. શાળામાં દર વર્ષે પ્રથમ આવતી છોકરી અનીષાને ૯૨ ટકા આવ્યા અને તે શાળામાં પહેલી નહીં, ત્રીજી આવી. ૯૨ ટકા આવ્યા છતાં તે ખુશ ન હતી, રડી રહી હતી, કારણ તે પહેલી આવી નહોતી.

દર વર્ષે પાંચમો-છઠ્ઠો આવતો પ્રિયાંશ ૯૪ ટકા સાથે શાળામાં પ્રથમ આવ્યો હતો. તેનો અને તેનાં માતા-પિતાની ખુશીનો કોઈ પાર નહોતો.

અમુક નાપાસ થવાનો ડર ધરાવતા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા અને ખુશીથી નાચી ઊઠ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ બહુ ઓછા માર્ક આવ્યા એને લીધે માતા-પિતાના ગુસ્સાનો સામનો કરી રહ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ ૮૦-૮૫ ટકા આવવા છતાં નાખુશ હતા અને અમુક ૭૦-૭૫  ટકામાં પણ ખુશ હતા.

શાળાના પ્યૂનના દીકરાને ૬૫ ટકા આવ્યા હતા છતાં પ્યૂન અને તેના ઘરના દીકરાને પ્રેમથી વધાવી રહ્યા હતા, કારણ તેમના ઘરમાં પહેલી વાર કોઈને ફર્સ્ટ ક્લાસ માર્ક્સ મળ્યા હતા.

મેઘનાને ૮૭ ટકા માર્ક હતા છતાં તેની મમ્મી તેને ધમકાવી રહી હતી કે આટલાં ટ્યુશન રાખ્યા છતાં તને ૯૦ ટકા કેમ ન આવ્યા? ૮૭ ટકા કંઈ ઓછા નહોતા, પણ ૯૦ ટકામાં ત્રણ ટકા ઓછા હતા તેનો મમ્મીને ગુસ્સો આવી રહ્યો હતો.

આ પણ વાંચો : સાસુ નહીં, મમ્મી - (લાઇફ કા ફન્ડા)

શાળાના પ્રિન્સિપાલે સરસ વાત કરી. સૌપ્રથમ પાસ થનાર મારા દરેક વિદ્યાર્થીને અભિનંદન અને નાપાસ થનાર વિદ્યાર્થીઓને ખાસ તાકીદ કે જીવ કીમતી છે, કોઈ આડુંઅવળું ખોટું પગલું ભરતા નહીં. શું ભૂલ થઈ અ એ જોઈને સુધાર કરજો અને આવતા વર્ષે પાસ થઈ જજો. શાળા તમારી સાથે જ છે અને હવે ખાસ વાત, ‘બધા વિદ્યાર્થીઓનાં માતા-પિતા માટે દરેક બાળક ખાસ છે. તમારા બાળકને જે માર્ક આવ્યા હોય એનો સ્વીકાર કરજો. તેની સરખામણી કોઈ અન્ય બાળક સાથે નહીં કરતાં. બધા વિદ્યાર્થીઓ સૂરજ, ચાંદ અને તારા સમાન છે. જેઓ પોતપોતાના સમયે ચમકશે એ યાદ રાખજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK