જિંદગીને ભરો! (લાઇફ કા ફન્ડા)

Published: 24th December, 2012 06:44 IST

કૉલેજમાં ફિલોસૉફીનો પહેલો લેક્ચર હતો. પ્રોફેસર વર્ગમાં આવ્યા. આવતા જ તેમણે ટેબલ પર એક કાચની ખાલી બરણી મૂકી અને પછી વિદ્યાર્થીને કહ્યું, અહીં ધ્યાન આપો.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

કૉલેજમાં ફિલોસૉફીનો પહેલો લેક્ચર હતો. પ્રોફેસર વર્ગમાં આવ્યા. આવતા જ તેમણે ટેબલ પર એક કાચની ખાલી બરણી મૂકી અને પછી વિદ્યાર્થીને કહ્યું, અહીં ધ્યાન આપો.

પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓના આશ્ચર્ય વચ્ચે એક ડબ્બામાંથી પથ્થરના ટુકડા નાખીને આખી બરણી ભરી દીધી પછી વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘તમને લાગે છે કે બરણી પૂરેપૂરી ભરાઈ ગઈ છે!’

બધા એકસાથે બોલી ઊઠ્યાં, ‘હા, હા.’

પછી પ્રોફેસરે બીજા ડબ્બામાંથી કાંકરા કાઢીને બરણીમાં નાખવા માંડ્યા. બરણી થોડી હલાવતા ગયા એટલે બધા કાંકરા એમાં સમાઈ ગયા.

પ્રોફેસરે પૂછ્યું, ‘હવે તો સાવ ભરાઈ ગયેલી લાગે છેને?’

બધા વિદ્યાર્થીઓએ કહ્યું, ‘હા, હવે તો સાવ ભરાઈ ગઈ છે.’

પ્રોફેસરે રેતી ભરેલી એક થેલી કાઢી અને એને ધીમે-ધીમે બરણીમાં ખાલી કરી. બધી રેતી પણ ભરેલી બરણીમાં સમાઈ ગઈ.

પ્રોફેસર બોલ્યા, ‘આ મારો આજનો પહેલો પાઠ છે. આ બરણી જિંદગી છે. આપણા જીવનની સૌથી મહત્વની બાબતો છે કુટુંબ, જીવનસાથી, બાળકો, તંદુરસ્તી વગેરે. એ બરણીમાં નાખેલા પથ્થરના ટુકડા છે. અન્ય અગત્યની બાબતો ઘર, નોકરી-ધંધો, બચત, ભણતર એ કાંકરા છે અને બાકીની બધી વસ્તુઓ રેતી જેવી નજીવી છે.

જો આપણે બરણી પહેલાં રેતીથી ભરી દીધી હોત તો કાંકરા કે પથ્થરના નાના ટુકડા માટે જગ્યા જ ન રહેત.

જિંદગીને પણ આપણે સમજીવિચારીને ભરીએ.

વિદ્યાર્થીઓ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. પ્રોફેસરે આગળ કહ્યું, ‘જો આપણે જિંદગીમાં નજીવી વસ્તુઓમાં આપણો સમય અને શક્તિ વેડફી નાખીએ તો વધારે મહત્વની બાબત માટે અવકાશ ન રહે. માટે આપણા સુખ માટે જરૂરી ગણાતી બાબતો પ્રત્યે આપણે ધ્યાન આપીએ. કુટુંબને પ્રેમ કરીએ, સમય આપીએ, માતા-પિતાનું ધ્યાન રાખીએ, બાળકો સાથે રમીએ, તંદુરસ્તી જાળવીએ, ભણતર,

કામ-ધંધા-નોકરી માટે સમય બરાબર કાઢી લઈએ પછી પણ ઘરની સાફસૂફી, મિત્રોની વર્ષગાંઠ, માતા-પિતાને મંદિર લઈ જવા, ફરવા જવાનો સમય પણ કાઢી શકાય છે. એટલે આજનો પાઠ છે જિંદગીને મહત્વની બાબતોથી ભરો, અગત્યતા પર ધ્યાન આપો. બાકી બધું રેતી જેવું નજીવું છે. એમાં સમય ન વેડફો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK