ઝિંદાદિલીની ઝમક (લાઇફ કા ફન્ડા)

Published: 24th November, 2014 05:33 IST

એક લેખકને બરફ પર સરકવાની રમત સ્કીઇંગનો શોખ હતો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

આ શોખ પૂરો કરવા તે દર વર્ષે મસૂરી જાય. હિમાલયમાં આમ પણ બરફનો તોટો નથી ને એમાં પણ મસૂરીના સ્કીઇંગ માટે ખાસ તૈયાર રાખવામાં આવતા ઢોળાવ... દુનિયાભરના સ્કીઇંગ રસિકો માટે આ સ્થાન આદર્શ ગણાતું.

લેખક દર વર્ષે મસૂરી જતા જ. આ રમતમાં પગ નીચે લાકડાની કે ઍલ્યુમિનિયમની લાકડીઓ આપવામાં આવે છે અને એને સહારે શરીરનું સંતુલન જાળવવાનું અને લીસા બરફ પર સરરર સરકવાનું. એક વખત અભ્યાસ પડી જાય પછી સરકનારાઓ એટલીબધી ગતિથી સરકે કે જોનારાઓ પણ ધþૂજી જાય. દેખીતી વાત છે. સાવ નવી શરૂઆત કરનારાઓ સામાન્ય ઢોળાવમાં સરકવાનું શીખે અને અભ્યાસ બાદ જોખમી ઢોળાવ પર લપસવાનું સાહસ કરે.

પેલા લેખકે ઢોળાવ પર સરકવાની તાલીમ મેળવી હતી. લેખકની હોટેલ ઊંચા શિખરની તળેટીમાં હતી. સરકવાના ત્રણ ઢોળાવ હતા. સૌથી પહેલો ઢોળાવ ખૂબ પહોળો અને ઓછો, એમાં નવા-નવા શીખનારા સરક્યા કરે. બીજો ઢોળાવ મધ્યમ અને ત્રીજો ખૂબ જ સીધો-ભયંકર ઢોળાવ જેમાં ખમતીધર, ખડતલ ને પૂરી તાલીમ પામેલા જ સરકવાની હિંમત કરે; કારણ કે જો સહેજ લથડ્યા તો સીધા જ ખીણમાં. આ ખતરનાક ઢોળાવને ખૂબ જોખમી ગણવામાં આવતો. કેટલાંય વર્ષોના અનુભવને અંતે પણ પેલા લેખકમિત્ર છેલ્લા ઢોળાવમાં સરકવાની હિંમત નહોતા કરી શકતા. આ માટે તેમને રંજ હતો, પણ આંધળું સાહસ કરવાની હિંમત થતી નહીં.

એક વખત લેખક ત્રણ ઢોળાવની સામે તૈયાર ઊભા હતા. ન જાણે તેમને શી ધૂન ચડી કે અંદરથી અવાજ આવ્યો કે ‘તારો અનુભવ તો પૂરતો થઈ ગયો છે તો પછી આ ભયંકર ઢોળાવને અજમાવી જોવામાં અચકાય છે કેમ?’

આ સાથે જ બીજાં કોઈ બહાનાં કાઢવાને બદલે તેમના પગ પેલા ઢોળાવ પર સરકવા વળી ગયા. એ અદ્ભુત અનુભવ બાદ લેખકે લખ્યું કે ‘મને ખૂબ જ આનંદ થયો કે મેં મારી જાતને પાછી ન વાળી. ડર લાગ્યો, ધþૂજારી થઈ; પણ મને સ્કીઇંગના સાચા સાહસનો પરિચય થયો અને એથી વધુ આનંદની વાત તો એમ બની કે રમતગમત અને ખેલમાં જ નહીં, જીવનમાં આયોજનપૂર્વકનાં જોખમ લઈને ઝિંદાદિલી બતાવવાનો જે અનોખો આનંદ છે એનો પણ મને પરિચય થઈ ગયો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK