રોઝા પાક્ર્સ નામની એક હબસી મહિલા એક બસમાં ચઢી અને એક ખાલી સીટ જોઈને એના પર એ બેસવા ગઈ.પણ ત્યાં તો બસનો કંડક્ટર દોડતો-દોડતો તેની પાસે આવ્યો અને રોઝા પાર્ક્સને બેસતી અટકાવતાં બોલ્યો, ‘તમે એ સીટ પર નહીં બેસી શકો.’
કાળો કાયદો
૧૯૫૫ની સાલનો અમેરિકાનો પ્રસંગ છે.
રોઝા પાક્ર્સ નામની એક હબસી મહિલા એક બસમાં ચઢી અને એક ખાલી સીટ જોઈને એના પર એ બેસવા ગઈ.પણ ત્યાં તો બસનો કંડક્ટર દોડતો-દોડતો તેની પાસે આવ્યો અને રોઝા પાર્ક્સને બેસતી અટકાવતાં બોલ્યો, ‘તમે એ સીટ પર નહીં બેસી શકો.’
રોઝા પાર્ક્સે પ્રfન કર્યો, ‘શું કામ? કંઈ કારણ?’ કંડક્ટરે કારણ જણાવતાં કહ્યું, ‘જુઓ એ બેઠક ગોરી મહિલાઓ માટે છે. હબસી મહિલાઓ માટે અલગ સીટ છે. ગોરી મહિલાઓની બેઠક પર હસબી મહિલાને બેસવાનો કોઈ અધિકાર નથી.’ કંડક્ટરની વાત સાંભળીને સ્વમાની રોઝા પાર્ક્સને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, ‘હું એ જ સીટ પર બેસવાની. તમારા લોકોથી થાય એ કરી લો. કાળા-ગોરાનો આવો ભેદ અમેરિકા જેવા સુશિક્ષિત દેશમાં હોય એ તો ગોરી પ્રજા માટે એક શરમનો વિષય છે.’ આટલું બોલીને રોઝા હિંમતથી ગોરી સ્ત્રીઓ માટેની અનામત રાખવામાં આવેલી સીટ પર બેસી ગઈ અને આમ તેણે હિંમતથી એક અન્યાયભર્યા કાયદાનો ભંગ કર્યો.
સરકારી કાયદાનો ભંગ કરવા બદલ સત્તાવાળાઓએ તેની ધરપકડ કરી. આ બનાવની જાણ એક પવિત્ર દિલના પાદરીને થતાં તેમનું હૃદય કંપી ઊઠ્યું.પાદરીએ વિચાર્યું કે જો કાળા-ધોળાનો ભેદ નથી તો તેની જ સર્જેલી દુનિયામાં આવો ભેદભાવ કેમ હોઈ શકે? ઈશ્વરના સેવક એવા પાદરીએ જંગ લડી લેવાનો નિર્ણય કર્યો. તેમની આગેવાની હેઠળના આંદોલનમાં અસંખ્ય લોકો જોડાયા.
સમગ્ર અમેરિકામાં કાળા-ધોળાના ભેદભાવ મિટાવવાના આ આંદોલને ખળભળાટ મચાવી દીધો. આખો મામલો અમેરિકાની સંસદ સુધી પહોંચ્યો.અનેક લોકો કાળા લોકોને થતા અન્યાયી કાયદાઓને દૂર કરાવવા માટે શહીદી વહોરી લઈને પ્રચંડ આંદોલન ચલાવવા પાદરીની આગેવાની હેઠળ તૈયાર થયા.
આ પાદરી એટલે ‘હબસીના ગાંધી’ તરીકે ઓળખાતા ડૉ. માર્ટિન લ્યુથર કિંગ. આ પ્રસંગ બાદ તેમણે સંકલ્પ કર્યો હતો કે અમેરિકામાં કાળા-ગોરાનો ભેદભાવ છે એને હું જીવના જોખમે પણ દૂર કરીને જ રહીશ. તેમની આગેવાની હેઠળ સફળ આંદોલનો થયાં અને તેમણે સફળતા અને સન્માન મેળવ્યાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK