ઊગતા કલાકારને સ્થાન મળવું જ જોઈએ! (લાઇફ કા ફન્ડા)

Published: 18th December, 2012 06:39 IST

વાત ઇંગ્લૅન્ડની છે. ઇંગ્લૅન્ડમાં કલાકારોને ખૂબ જ સરાહના મળતી. ઉત્તમોત્તમ સાહિત્યકારો, ચિત્રકારો, શિલ્પકારોએ ઇંગ્લૅન્ડની ભૂમિ પર જન્મ લીધો છે અને દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા છે અને તેનું કારણ કે ત્યાંની પ્રજાએ કળા અને કલાકારોને ખૂબ જ પ્રેમ કર્યો છે અને પ્રોત્સાહન પણ આપ્યું છે.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વાત ઇંગ્લૅન્ડની છે. ઇંગ્લૅન્ડમાં કલાકારોને ખૂબ જ સરાહના મળતી. ઉત્તમોત્તમ સાહિત્યકારો, ચિત્રકારો, શિલ્પકારોએ ઇંગ્લૅન્ડની ભૂમિ પર જન્મ લીધો છે અને દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા છે અને તેનું કારણ કે ત્યાંની પ્રજાએ કળા અને કલાકારોને ખૂબ જ પ્રેમ કર્યો છે અને પ્રોત્સાહન પણ આપ્યું છે.

એક વખતની વાત છે ઇંગ્લૅન્ડની કળા વિશેની રૉયલ ઍકૅડેમીના મેઇન હૉલમાં કેટલાંક ચિત્રો લગાડવાનાં હતાં. ઉત્તમોત્તમ ચિત્ર લગાડવા માટે દેશ-વિદેશના કલાકારો પાસે તેમની કળાકૃતિ મગાવવામાં આવી હતી અને દેશ-વિદેશના અનેક પ્રસિદ્ધ ચિત્રકારોએ આ માટે પોતાની સૌથી સુંદર કળાકૃતિઓ મોકલી આપી. રૉયલ ઍકૅડેમીના અધિકારીઓ સમક્ષ આટલાં બધાં સુંદર ચિત્રોમાંથી કયાં ચિત્રો લગાડવાં, કયાં ન લગાડવાં એ પ્રfન ઊભો થયો.

અનેક સુંદર ચિત્રોમાંથી સુંદર કળાકૃતિ પસંદ કરવા માટે ખાસ કલાપારખું પ્રખ્યાત કલાકારોની પસંદગી સમિતિ નીમવામાં આવી. પસંદગી સમિતિ માટે ખૂબ જ અઘરું કાર્ય હતું, કારણ કે દરેક કલાકૃતિ સુંદર હતી.

ચાર દિવસની નિરીક્ષણ પ્રક્રિયા અને ચર્ચા-વિચારણા બાદ જેટલાં લગાડવાનાં હતાં તેટલાં ચિત્રો પસંદ થઈ ગયાં અને ચોક્કસ જગ્યા પર લગાડાઈ પણ ગયાં.

નાપસંદ થયેલાં ચિત્રોના ઢગલામાં એક ઊગતા ચિત્રકારનું ચિત્ર જોઈને રૉયલ ઍકૅડેમીના પસંદગી સમિતિના એક સભ્ય બોલ્યા, ‘આ ચિત્ર બહુ જ સરસ છે પણ એને લટકાવવું ક્યાં? હવે મુખ્ય ખંડમાં તો જગ્યા જ નથી.’

બીજા એક સભ્ય બોલ્યા, ‘જગ્યા કરવી શક્ય પણ નથી, કારણ જેટલાં ચિત્રો લાગ્યાં છે તેના ચિત્રકારો આ કલાકૃતિના ચિત્રકાર કરતાં વધુ અનુભવી અને પ્રસિદ્ધ છે.’

પસંદગી સમિતિના એક સભ્ય ઇંગ્લૅન્ડના મશહૂર ચિત્રકાર ટર્નર આ સાંભળીને બોલી ઊઠ્યા, ‘માનનીય સભ્યોને આ ચિત્ર ગમ્યું હોય તો જગ્યા તો એને માટે થઈ જશે.’

‘ચિત્ર સુંદર છે, પણ ક્યાં લગાડીશું?’ સભ્યોએ પૂછ્યું.

ટર્નર તરત જ ઊભા થયા. પોતાના ચિત્રને એને સ્થાનેથી હટાવી લેતાં બોલ્યા, ‘મિત્રો ઊગતા કલાકારને સ્થાન મળવું જ જોઈએ અને તેનામાં શક્તિ હોય તો તેને આગળ વધારવાની પહેલી ફરજ જૂના કલાકારોની છે.

નવા કલાકારના ચિત્રને સ્થાન મળ્યું.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK