સબળ આત્મવિશ્વાસ (લાઇફ કા ફન્ડા)

Published: 17th December, 2012 05:56 IST

એક યુવાન વિદ્યાર્થી ગુમસૂમ બેઠો હતો. તેના હાથમાં કૉલેજની ફી ન ભરવાને કારણે તેને મળેલી ત્રીજી નોટિસ હતી. તેમાં જણાવ્યા પ્રમાણે જો તે વિદ્યાર્થી બે દિવસમાં ફી ન ભરે તો તેનું નામ કાઢી નાખવામાં આવશે.



(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક યુવાન વિદ્યાર્થી ગુમસૂમ બેઠો હતો. તેના હાથમાં કૉલેજની ફી ન ભરવાને કારણે તેને મળેલી ત્રીજી નોટિસ હતી. તેમાં જણાવ્યા પ્રમાણે જો તે વિદ્યાર્થી બે દિવસમાં ફી ન ભરે તો તેનું નામ કાઢી નાખવામાં આવશે.

એક મિત્રએ પૂછ્યું, ‘હવે શું કરીશ? શું તું કૉલેજ છોડી દઈશ?’

પેલા વિદ્યાર્થીઓ કહ્યું, ‘મારે કોઈ પાસે માગવું નથી. અભ્યાસ પણ છોડવો નથી. મહાન અર્થશાસ્ત્ર બનવાની મારી મહત્વાકાંક્ષા છે એ હું કોઈ પણ ભોગે પૂરી કરીશ. હું કાલે પ્રિન્સિપાલસાહેબને મળી વિનંતી કરીશ.’

બીજે દિવેસ અગિયાર વાગ્યે યુવાન પ્રિન્સિપાલસાહેબને મળવા ગયો. પોતાની મુશ્કેલી જણાવી અને ફી ભરવા વધુ મહેતલ માગી.

પ્રિન્સિપાલેસાહેબ કહ્યું ‘ભાઈ, તને ત્રીજી વાર નોટિસ મળી છે હવે તને મહેતલ મળશે નહીં.’

વિદ્યાર્થીએ કહ્યું, ‘સાહેબ, વધારે નહીં મને માત્ર ૧૫ દિવસની મહેતલ આપો. આજે તારીખ ચાર તારીખ છે હું ૧૯ તારીખે ફીની રકમ અચૂક ભરી દઈશ.’

પ્રિન્સિપાલે કહ્યું, ‘૧૯ તારીખે તું બાકી રહેલી ફી કેવી રીતે ભરી દઈશ.’

વિદ્યાર્થીએ ખુમારીથી કહ્યું, ‘સાહેબ, મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. મને શ્રદ્ધા છે કે સ્પર્ધામાં મારો જ પહેલો નંબર આવશે અને મને ઇનામમાં જે રકમ મળશે એ હું ફી પેટે જમા કરી દઈશ.’

વાત સાંભળી પ્રિન્સિપાલ બોલ્યા, ‘ભાઈ આ તો શેખચલ્લીના તરંગી તુક્કા છે. તને જ નિબંધ સ્પર્ધામાં પહેલું ઇનામ મળશે એમ કઈ રીતે માની શકાય.’

વિદ્યાર્થીએ કહ્યું, ‘સાહેબ, મેં દિલ દઈને નિબંધ લખ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે મને જ ઇનામ મળશે. અત્યારે મારી પાસે પૈસા નથી કે હું ફી ભરી શકું.’

પ્રિન્સિપાલસાહેબ કહ્યું ‘ભાઈ, આ તો તું મનમાં ખાંડ ખાય છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે. તને જ ઇનામ મળે એ જરૂરી નથી.’

વિદ્યાર્થીએ હાથ જોડી વિનંતી કરી ‘સાહેબ ૧૮ તારીખ સુધીની મુદ્દત આપો. જો તમે મને મુદ્દત નહીં આપો તો મારી કારકિર્દી ધૂળમાં મળી જશે.’

પ્રિન્સિપાલે કહ્યું, ‘ઠીક છે. કાયદા પ્રમાણે તને મુદત મળે નહીં, પણ તારા આત્મવિશ્વાસની કસોટી કરી લઉં કે તારામાં કેટલું હીર છે.’

અને નિબંધ સ્પર્ધામાં પહેલું ઇનામ તે વિદ્યાર્થી જીત્યો. પ્રિન્સિપાલે તેની પીઠ થાબડી.

તે તેજસ્વી વિદ્યાર્થી એટલે લોલ્સ ટ્રસ્ટના સંસ્થાપક અને સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વ. મનુ સૂબેદાર.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK