Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૭ કરોડનો વીમો : અમદાવાદ એલઆઇસીમાં સૌપ્રથમ વાર બનેલી અનોખી ઘટના

૨૭ કરોડનો વીમો : અમદાવાદ એલઆઇસીમાં સૌપ્રથમ વાર બનેલી અનોખી ઘટના

25 October, 2011 03:51 PM IST |

૨૭ કરોડનો વીમો : અમદાવાદ એલઆઇસીમાં સૌપ્રથમ વાર બનેલી અનોખી ઘટના

૨૭ કરોડનો વીમો : અમદાવાદ એલઆઇસીમાં સૌપ્રથમ વાર બનેલી અનોખી ઘટના




અમદાવાદ એલઆઇસી (લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)માં સૌપ્રથમ વાર એવી ઘટના બની છે કે એક જ ફૅમિલીનાં ચાર ભાઈ-બહેનોએ ૨૭ કરોડ રૂપિયાનો વીમો ઊતરાવ્યો છે અને એના રેગ્યુલર વાર્ષિક પ્રીમિયમપેટે એક કરોડ ૧૯ લાખ રૂપિયા જમા કરાવ્યા છે.





એજન્ટ ધર્મેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એલઆઇસીના જીવન સરલ, જીવન આનંદ, હોલ લાઇફ અને એન્ડોવમેન્ટ જેવા ચાર પ્લાનનું કૉમ્બિનેશન કરીને અમદાવાદની એક ફૅમિલીની બે બહેનોએ ૧૦.૫૦ કરોડનો અને બે ભાઈઓએ ૩.૫૦ કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ ફૅમિલી દર વર્ષે રેગ્યુલર વાર્ષિક પ્રીમિયમ એક કરોડ ૧૯ લાખ રૂપિયા ભરશે.’

આટલી મોટી રકમનો વીમો લેવા પાછળનું કારણ આપતાં ધર્મેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘આ ફૅમિલીએ સિક્યૉરિટી અને સેવિંગ્સના પર્પઝથી આ વીમો ઊતરાવ્યો છે. વ્યાજની કોઈ ગણતરી સાથે આ વીમો નથી લીધો.’


ડેવલપમેન્ટ ઑફિસર પ્રફુલ્લ પટેલના માર્ગદર્શનમાં કામ કરતા ધર્મેન્દ્ર પટેલે કહ્યું હતું કે એલઆઇસીમાં કસ્ટમરના રૂપિયાની સિક્યૉરિટી છે તેમ જ તેમના જીવનનું રિસ્ક કવર થાય છે.
પોતાની કારકિર્દીમાં પ્રથમ વાર જ આટલી મોટી રકમનો વીમો લાવનાર ધર્મેન્દ્ર પટેલે ઉત્સાહ સાથે કહ્યું હતું કે અમારી દિવાળી સુધરી ગઈ. Whatsapp-channel Whatsapp-channel

25 October, 2011 03:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK