Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલો કરીએ કિડ્સના ડ્રીમલૅન્ડની સફર

ચાલો કરીએ કિડ્સના ડ્રીમલૅન્ડની સફર

06 March, 2020 03:46 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ચાલો કરીએ કિડ્સના ડ્રીમલૅન્ડની સફર

અમિષા શાહ

અમિષા શાહ


કાર્ટૂન કૅરૅક્ટરનાં પોસ્ટર્સ, કલરફુલ વૉલ કે રૂમની સીલિંગ પર રેડિયમનાં સ્ટિકર્સ ચોંટાડી દેવા માત્રથી બાળકોના રૂમની સજાવટ પૂરી થતી નથી. આજકાલના પેરન્ટ્સને કંઈક ઇનોવેટિવ, ક્રીએટિવ અને અટ્રૅક્ટિવ જોઈએ છે. બાળકોની ચૉઇસ અને ઉંમર પ્રમાણે માર્કેટમાં અઢળક ઑપ્શન્સ અવેલેબલ છે ત્યારે પસંદગી કરવી અઘરી છે. આજે આપણે પોતાના આઇડિયાઝથી બાળકોના રૂમને ડેકોરેટ કરનારા કેટલાક પેરન્ટ્સને મળીએ

રનિંગ ટુ અચીવ મેડલનો આઇડિયા અપ્લાય કર્યો



મારી છ વર્ષની દીકરી વ્યોમાને સ્કેટિંગમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. તેના રૂમના ઇન્ટીરિયર માટે આ જ વાત મગજમાં રાખી હતી. રનિંગ ટુ અચીવ મેડલ્સના આઇડિયાને દર્શાવવા રૂમની દીવાલ પર સ્કેટિંગ કરતી ગર્લનું પૉર્ટ્રેટ ડિઝાઇન કર્યું છે તેમ જ મેડલ્સ લટકાવ્યા છે. ગર્લનો ફેસ ગોલ તરફ રાખ્યો છે. હું માનું છું કે આ પ્રકારના પૉર્ટ્રેટથી બાળકોને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે. નાનાં બાળકોને તમે કોઈ વસ્તુ શીખવા માટે ઇન્સ્ટ્રક્શન આપો તો યાદ ન રહે, પરંતુ તમે પોતે એમાં ઇન્વૉલ્વ થાઓ તો તરત યાદ રહી જાય. આ વાતને ફોકસમાં રાખી Tell me I forget, teach me I remember, but involve me I learn જેવા મોટિવેશનલ ક્વોટ લખ્યા છે. વૉર્ડરોબની ડિઝાઇનમાં તેના ઍનિમલ લવને ધ્યાનમાં રાખ્યો છે. જુદા-જુદા પ્રાણીઓની પ્રિન્ટ બનાવી છે. બાળકોના રૂમમાં રેડિયમ ખૂબ કૉમન છે. છૂટાં-છૂટાં સ્ટિકર ચોંટાડવા કરતાં આ કૉમન થિંગ્સને ઇનોવેટિવ કરવી હતી. રૂમની સીલિંગને સ્કાય બ્લુ કલર કરી ગૅલેક્સી બનાવી છે. કલર્સમાં અમે વધુ નથી રમ્યા. વાઇટ કલર પર જ ફોકસ રાખ્યું છે. મારી દીકરી પૅમ્પર્ડ ચાઇલ્ડ છે તેમ છતાં ડેકોરેટ કરતી વખતે બજેટને ધ્યાનમાં રાખ્યું છે. ઓછા ખર્ચે ક્રીએટિવિટી લાવી શકાય એ માટે જાતે જ ડિઝાઇન તૈયાર કરી હતી.


- અમિષા શાહ, કાંદિવલી

kiran-goel


ડિઝની વર્લ્ડમાં ફરવાની કોઈ ઉંમર નથી હોતી

અમે જ્યારે નવું ઘર ખરીદ્યું ત્યારે જ નક્કી કરી લીધું હતું કે જે કંઈ તોડફોડ કરવી છે એ અત્યારે કરી લેવી. ભવિષ્યમાં આ કામ હાથમાં લેવું નથી. એ વખતે હું પ્રેગ્નન્ટ હતી. આવનારું સંતાન ડિઝની વર્લ્ડમાં આંખો ખોલે એ મારું સ્વપ્ન હતું. આ એવું ડ્રીમ વર્લ્ડ છે જેને ઉંમરની કોઈ બાધા નડતી નથી. કોઈ પણ એજમાં તમે ડિઝનીલૅન્ડને ફીલ કરી શકો છો. વૉલ પેઇન્ટિંગમાં ડિઝનીનાં કૅરૅક્ટર છે. ફર્નિચર પણ એવું જ અફલાતૂન છે. સાચકલા ડિઝની કૅસલમાં ફરવા આવ્યા હો એવું લાગે. બેડ કૅસલના શેપનો છે. વિવાન અત્યારે ૧૧ વર્ષનો છે. એકાદ વાર તેણે પિન્ક અને પર્પલ કલર્સ તો ગર્લના રૂમમાં હોય એવો પ્રશ્ન કર્યો હતો ખરો. આ માટે અમે વિવાનને સાચા ડિઝની વર્લ્ડમાં ફરવા લઈ ગયા અને બતાવ્યું કે પ્રિન્સ અને પ્રિન્સેસ આવા જ કલરના ઘરમાં રહે છે. આ થીમ યુનિસેક્સ છે. ત્યારથી તેને ખૂબ ગમવા લાગ્યું. ઉંમરની સાથે બાળકોની પસંદગી બદલાતી રહે છે. હાલમાં તેને હૅરી પૉટર પસંદ છે. સમયાંતરે પોર્ટેબલ ફર્નિચર ચેન્જ કરતા રહીએ તો તેમને નવું લાગે. જોકે હવે સ્ટડીની ઉંમર છે અને તેની જરૂરિયાત બદલાઈ છે. એ માટે અમારી પાસે એક્સ્ટ્રા રૂમ અવેલેબલ છે જે આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. ડિઝનીલૅન્ડ તો કાયમ માટે રહેવા દઈશું.

- કિરણ ગોયલ, ચેમ્બુર

kajal

સંતાનોની ચૉઇસ પ્રમાણે ડેકોરેશન ચેન્જ કરતાં રહીએ

હજી બે દિવસ પહેલાં જ મારી આઠ વર્ષની દીકરીએ રૂમમાં ચેન્જિસ લાવવાની ડિમાન્ડ કરી છે. પુલઆઉટ બેડ કાઢી રૂમમાં બંક બેડ રાખવો છે. ભાઈના બેડ પર સ્પાઇડરમૅનની અને તેના બેડ પર યુનિકૉર્નની ડિઝાઇન જોઈએ છે. આજકાલનાં સંતાનો બહુ સ્માર્ટ છે. તેમની પસંદગી પ્રમાણે ટાઇમ ટુ ટાઇમ ફેરફાર કરતા રહેવા પડે છે. સ્પર્શ સાડાત્રણ વર્ષનો હતો અને વિહાનાનો હજી જન્મ થયો હતો ત્યારે અમે પહેલી વાર અલાયદો રૂમ તૈયાર કર્યો હતો. એમાં સૉફ્ટ ટૉય્ઝ મૂકવા ખાસ જગ્યા હતી જેના પર થોડા વખત પછી ટ્રોફી ડિસ્પ્લે થઈ ગઈ. મિરરને સ્લાઇડિંગમાં ફિટ કર્યો છે જેથી રમવા માટે ખુલ્લી જગ્યા મળે. વૉર્ડરોબમાં જ્યોમેટ્રિકલ ડિઝાઇનનો ક્રેઝ છે. કિડ્સને ઑરેન્જ, બ્લુ અને વાઇટ કલર અટ્રૅક્ટ કરે છે અને અમે એ જ કરાવ્યા છે. વૉલ પર નાનપણથી લઈને અત્યાર સુધીના તેમના ફોટોગ્રાફ્સ છે જે ચેન્જ થતા રહે છે. દર પાંચ વર્ષે ડિઝાઇન બદલવાની હોય એટલે બજેટ ફ્રેન્ડ્લી આઇડિયાઝ શોધવા પડે. શરૂઆતથી જ ઇન્ટરનેટ પરથી ક્રીએટિવ આઇડિયાઝ શોધતી રહી છું. મારાં સાસુ માથે રહીને કામ કરાવે. હવે પછીના ચેન્જિસ વખતે કદાચ અમારે બન્ને બાળકોને સેપરેટ રૂમ આપવા પડશે, કારણ કે સ્પર્શને મૅચોમૅન લુક જોઈશે. તેની ફેવરિટ સ્પોર્ટ્સ પર્સનાલિટીના ફોટોગ્રાફ વૉલ પર લગાવવા પડશે. વિહાનાની વળી જુદી ચૉઇસ હશે. એ માટે ગેસ્ટ રૂમને કિડ્સ રૂમમાં કન્વર્ટ કરવાનો બૅકઅપ પ્લાન તૈયાર છે.

- કાજલ કોઠારી, ઘાટકોપર

મલાડનાં ઇન્ટીરિયર ડિઝાઇનર સીમા વોરાની પ્રૅક્ટિકલ ટીપ્સ

આપણે ઘડી-ઘડી રિનોવેશન નથી કરાવતા તેથી સંતાનોના રૂમનું ઇન્ટીરિયર કરતી વખતે એજ ગ્રુપને ધ્યાનમાં રાખવા ઉપરાંત સમયગાળો નજરમાં રાખવો. પાંચ વર્ષના બાળકની અને પંદર વર્ષના ટીનેજરની ચૉઇસ જુદી રહેવાની છે. ડિઝાઇન પસંદ કરતી વખતે આ બાબત ચર્ચા કરી બેસ્ટ શોધી કાઢવું જેથી તમારા સંતાનને પાંચ-સાત વર્ષ પછી પણ એ ડિઝાઇન ગમે.

દીવાલને કલર કરતી વખતે ધ્યાન રાખવું પડે, કારણ કે ગર્લ્સ અને બૉય્ઝની પસંદગી જુદી હોય છે. જો ભાઈ-બહેન વચ્ચે એક જ રૂમ શૅર કરવાનો હોય તો બન્નેની સૂવાની જગ્યા પ્રમાણે કલરનું સિલેક્શન કરી વેરિએશન ઍડ કરી શકાય. જોકે કલર બે-ત્રણ વર્ષે ચેન્જ કરી શકાય છે. એમાં વધુ ખર્ચ થતો નથી.

સંતાનોની હૉબીને નજરમાં રાખવી. રૂમ ડિઝાઇન કરાવી લો અને પછી ક્રિકેટનું બૅટ કે સ્ટમ્પ્સ અહીંતહીં પડ્યા રહેતાં હોય, બૅડ્મિન્ટનનું રૅકેટ રખડતું હોય એ શોભે નહીં. મમ્મીને પથારો પડ્યો હોય એવું લાગ્યા કરે. સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતાં બાળકો માટે રૂમમાં અલાયદી જગ્યા ફાળવવી જોઈએ જેથી તેને બધી વસ્તુ ઠેકાણે મૂકવાની ટેવ પડે અને રૂમ સ્વચ્છ દેખાય. એ જ રીતે સ્કૂલબૅગ માટે એક ચોક્કસ જગ્યા બનાવવી. સામાન્ય રીતે એ પણ ગમે ત્યાં પડી રહે છે.

સ્ટડી ટેબલ પર લાઇટિંગની યોગ્ય ગોઠવણ હોવી જોઈએ. તમારા સંતાનની આંખોના જતન માટે આ બાબત ચોકસાઈ જરૂરી છે.

વધુપડતા પ્રકાશથી અથવા ઓછા પ્રકાશથી તેમની આંખોને નુકસાન થઈ શકે છે. ચશ્માંના નંબરમાં વધઘટ થઈ શકે છે. સ્ટડી ટેબલની સાથે બુકશેલ્ફની વ્યવસ્થા રાખો.

બાળકો નાનાં હોય ત્યારે પેરન્ટ્સને બંક બેડ રાખવાનો ક્રેઝ હોય છે. એનું એક કારણ છે સીડી પરથી ચડીને બાળકોને ઉપર સૂવાની મજા આવે અને બીજું, રૂમમાં રમવા માટે પ્લે એરિયા ઓપન રહે. એક ઉંમર પછી આવા બેડ ગમતા નથી. બંક બેડની ડિઝાઇન એવી હોવી જોઈએ કે જરૂર જણાય ત્યારે સેપરેટ મૂકી ઉપયોગમાં લઈ શકાય.

આજકાલ સ્કૂલમાં પ્રોજેક્ટ્સ બહુ બનાવવાના હોય છે. બાળકોની ક્રીએટિવિટી ખીલે અને તેઓ પોતાના બનાવેલા પ્રોજેક્ટને ડિસ્પ્લે કરી શકે એ માટે એક ખૂણો ફાળવવો જોઈએ. અહીં તેમને નવી-નવી વસ્તુ મૂકવાની મોકળાશ મળવી જોઈએ. આ જગ્યા તેમના માટે મોટિવેશનનું કામ કરશે.

નાનાં બાળકો માટે મેટ્રેસિસ

કમ્ફર્ટેબલ હોવાં જોઈએ. પ્રૉપર ઊંઘ મળે તો તેમની હેલ્થ સારી રહેશે. અહીં બજેટ કટનો વિચાર ન કરવાની ભલામણ છે. તકિયા અને બેડશીટ પસંદ કરતી વખતે કમ્ફર્ટ અને મટીરિયલનું ધ્યાન રાખો.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 03:46 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK