Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના

એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના

03 April, 2020 09:58 PM IST | Mumbai Desk
Jamnadas Majethia

એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના

એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના


મારે આજે ગુજરાતીમાં લખવું છે... આ વાંચીને તમને થોડું અચરજ થઈ શકે કે જળભાઈ આટલા વજહતથી અમે તો ગુજરાતીમાં જ વાંચીયે છીએ તો આ નવું શું કાઢિયું... હા, તો નવી રીતે ગુજરાતી લખવાની કોશિશ કરી છે. આજે જીવનમાં પેહલી વાર ગુજરાટી એડીટોરી નામ આ સૉફ્ટવેરમાં અંગ્રેજીમાં ટીપે કરવાનું ને ગુજરાતી અક્ષર આવે. આમ બવ નવું નહીં હોય, ઘણા લોકો માટે કારણ વાહટસઅપ્પમાં ઘણા લોકો આમ કરતા હશે. મને ગમ્મત પડે છે અને તકલીફ પણ. હું મારી ભૂલો નહીં સુધારું તો તમને પણ બન્ને અનુભવ થશે. આ સમય જ એવો છે કે જે હોય એમાં ચલાવી લેવાનું. હું આમ જ કરું છું. આ આર્ટિકલ આમ લખવાનું કારણ વરઇટિંગ પૅડ્સ ભરાઈ ગયાં છે અને નવાં લાવી શકતા નથી, તો ગુજરાતી એડિટર દોવ્ન્લોઅડ (ભૂલ) કરીને લખું છું. મારા માટે આ તબક્કો ખૂબ બધું શીખવાનો રહ્યો છે. કોઈને કોરોનાના સિમતોમ્પ્સ આવે અને જેવો ભય લાગે એના કરતાં વધારે ભય લાગે એવું શું હોઈ શકે. મોબીલે બગડી જાય અને વાહટસઅપ્પ બંધ થઈ જાય એ. મારો મૈન નંબરવાળો ફોને આંધળો થઈ ગયો છે અને એને મને પાંગળો કરી દીધો છે, પણ સમય બધું સીખવાડી દે અને નવા રસ્તા ઉઘાડી દે એનો જીવતોજાગતો અનુભવ હું લઈ રહ્યો છું. બધું જાતે કરવું પડશે એ ખબર હતી, પણ આવું બધું પણ એ ખબર નહોતી. મૂળ વાત પાર આવીયે કે અત્યારે હું ખૂબ બધું નવું શીખી રહ્યો છું. તેચનીકાલી (technically) અને માણસાઈની દૃષ્ટિએ પણ. હું રોજ ખૂબ બધું કામ કરું છું, થોડું ઘરનું અને ખૂબ બધું બહારનું પણ, બહાર ગયા વગર. (((અત્યારે સૌથી મોટું કામ લોકોના પૈસા ફસાયા હોય અને ખાવાપીવાની તકલીફમાં હોય એમને મદદ કરવાનું છે. જ્યાંથી જેમ જે થઈ શકે એ કરવું સૌથી યોગ્ય રહેશે. માટે))) ભાખરવડીની સ્ક્રિપ્ટ્સ જે રેડી હતી એ રિજેક્ટ કરી, કારણ કે આ એક મહિનામાં લોકોની માનસિક પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ હશે એટલે નવી  વાર્તાઓ શોધાઈ રહી છે. નવા કોંસેપ્તર્સ (concepts) પર કામ ચાલી રહ્યું છે. એક વેબ સેરીએસ(series)નું શૂટિંગ પત્યું હતું ગયા મહિને એનું એડિટિંગ ચાલી રહ્યું છે . વિડિઓઝ બનાવી ફેસબુક પર મૂકી રહ્યો છું. નવું રેળ (read) કરવાની કોશિશ કરી રહ્યો છું, ઘરે ખાવાનું બનાવું છું એટલે કે શીખી રહ્યો છું. બવ બધી વાનગીઓ બનાવીને જલસા કરી રહ્યા હતા...

આ બધી ભૂલ છે અને આ બધી ભૂલ મેં આમ જ અકબંધ રાખી છે એટલે એ રહી છે. ભૂલ અકબંધ રાખવાનું કારણ માત્ર એ કે આ સમય છે ભૂલ સુધારવાનો. હવે મૂળ વાત પર આવીએ. આ સમય દરમ્યાન મેં એક વિડિયો જોયો. એક કાઠિયાવાડી માછીમારનો. એણે બહુ સરસ રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે ‘આ બધું બંધ થઈ ગયું એનો વાંધો નથી, પણ સાહેબ, બંધ થવાને લીધે અમારાં છોકરાં ભૂખે મરે છે. આમ ને આમ તો તેઓ અમારા ખોળામાં મરી જશે.’ વિડિયો જોઈને મારુ હૈયું દ્રવી ઊઠ્યું સાહેબ. એ દિવસે મેં બે કામ કર્યાં. એ દિવસથી મેં ખાવાનું બનાવતો એક પણ વિડિયો કે ફોટો પોસ્ટ નથી કર્યો અને બીજું કામ, એ વિડિયો ટ્વીટ કરીને ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી વિજય રૂપાણીને ટૅગ કરીને વિનંતી કરી કે આ ભાઈ અને આમના જેવા જેકોઈ બીજા અટવાયા હોય તેમની મદદ કરજો અને અમારાથી કંઈ થઈ શકે એમ હોય તો અમને જણાવજો.



કહી તો દીધું વિજયભાઈને જણાવજો, પણ રૂપાણીસાહેબ ફ્રી થોડા છે કે મોદીસાહેબ. અત્યારે જે પ્રકારની જવાબદારી આપણા આ બધા નેતાઓ પર છે અને જે રીતે એ લોકો આ દેશને સંભાળી રહ્યા છે એ લોકોને ટ્રુ સેન્સમાં હૅટ્સ-ઑફ છે. આપણે તેમને કઈ રીતે મદદ કરી શકીએ? આપણે કઈ રીતે ઊભા રહી શકીએ? તેમની બાજુમાં જવા દો, આપણા દેશની બાજુમાં કઈ રીતે ઊભા રહી શકીએ. દેશની બાજુમાં જવા દો, આપણે આપણી બાજુમાં કઈ રીતે ઊભા રહી શકીએ આ તબક્કો એનો છે. એક બદલાતો સમય છે. આ આખી દુનિયાને બદલી નાખશે, બદલી નાખી છે. આપણે કેટલા બદલાઈ શકીએ છીએ એ જોવાનું છે. કામકાજની દૃષ્ટિએ તો થશે જ, પણ એ સિવાયનું શું? હું હમણાં મારી જાત સાથે વાત કરતો હતો કે આખી જિંદગી તો કામ જ કર્યું અને આવનારા સમયમાં પણ આ નુકસાન જે થશે હમણાં એ ભરપાઈ થઈ જાય. આપણે જે વિચારેલું, પોતાના માટે, પોતાનાં સંતાનો માટે, પોતાના પરિવાર માટે, કુટુંબ માટે, ધંધા માટે એ બધા માટે તો આપણે એમ જ કામ કરીશું, પણ કંઈ બદલાઈશું નહીં. આ જે તબક્કો છે એ વિચાર કરવાનો છે કે આપણે જો આને પણ ટાઇમપાસમાં અને કેવી રીતે બોર થઈએ છીએ અને સમય કેવી રીતે પસાર કરવો એ બધા કહેવાયને ક્ષુલ્લક વિચારોમાં રહીશું તો જીવનનો એક બહુ મોટો તબક્કો ખોઈ દઈશું. આ તબક્કો એવો છે જેણે દુનિયાને એ સમજાવ્યું કે ‘નથિંગ ઇઝ પૉસિબલ’ સાવ સાચું છે. આપણે કેટકેટલી વાર એવું વિચાર્યું હશે કે આટલી રજા લઈ લઉં અને પછી વિચાર આવે કે ના ઇમ્પૉસિબલ છે. ટીવી-ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે, ના ઇમ્પૉસિબલ છે. ટ્રેન બંધ થઈ જશે, ના ઇમ્પૉસિબલ છે. મૉલ બંધ, ફ્લાઇટ બંધ, વિદેશથી કોઈ આવી નહીં શકે અને એવું જેટજેટલું વિચાર્યું હશે એ બધા માટે એક જ જવાબ આવ્યો હશે, ઇમ્પૉસિબલ છે, પણ એ બધું આજે પૉસિબલ છે. બધું થઈ ગયું છે એટલે હું તમને કહીશ કે તમે તમારા જીવનમાં વિચારજો કે જ્યારે પણ તમને એમ લાગે કે ઇમ્પૉસિબલ છે તો યાદ રાખજો કે એવું કાંઈ નથી રહ્યું. આ તબક્કો એ જ શીખવાનો, સમજવાનો અને અનુકરણ કરવાનો છે.


આવો તબક્કો ફરી ક્યારેય ન આવે એવી પ્રાર્થના સાથે તમે એ વિચારજો કે તમારી પાસે જે છે એ કેટલું છે અને એમાંથી તમે એને, જેની પાસે બિલકુલ નથી એને કેટલું આપી શકો છો, કેટલી મદદ કરી શકો છો. એકલા પ્રાઇમ મિનિસ્ટરથી, એકલા ચીફ મિનિસ્ટરથી કે પછી આજુબાજુ ફરતા મદદગારોથી આવેલી તકલીફો દૂર નથી થવાની. આ બધા દેવદૂતો છે. આ બધા અને તમારી આજુબાજુમાં ફરતા બીજા લોકો પણ. ડૉક્ટરો, સફાઈ કર્મચારીઓ, બૅન્ક-કર્મચારીઓ જેઓ પોતાના જીવના જોખમે બહાર ફરે છે. બીજા મૂર્ખાઓ પણ છે, દાનવો પણ છે જે કારણ વગર ટાઇમપાસ કરવા રસ્તા પર નીકળતા હોય છે, પણ આપણે શું બનવું છે. આપણામાં કોણ છે, દેવદૂત છે કે દાનવ? દાનવ ભૂલી જઈએ, આપણે દેવદૂત બનીએ અને વિચારીએ કે આપણે કોને શું મદદ કરી શકીએ. જ્યાં જે રીતે મદદ થઈ શકતી હોય એ રીતે કરો. ઍપ્સ ડાઉનલોડ કરો. છે ઘણી ઍપ્સ. પૈસા મોકલો. કૅશ મોકલો. એવા લોકોને ફોન કરો જેમણે જીવનમાં ક્યારેક
તમને મદદ કરી હોય અને ક્યારેક તમને સાથ આપ્યો હોય. ફોન કરીને પૂછો કે ‘ભાઈ તમે કેમ છો?’

હું તમને બે-ત્રણ એક્ઝામ્પલ આપું છું. મેં શું કર્યું એ કરતાં આપણે શું કરી શકીએ છીએ એ સમજાવવા માટે આ એક્ઝામ્પલ છે. મારા જે જિમ્નૅશ્યમમાં મારા બે ટ્રેઇનર છે. મેં તેમને ફોન કર્યો કે કોઈ મદદની જરૂર છે, હેલ્પ કે કંઈ જોઈએ છે, તો સામે પણ એવી જ માણસાઈની વાત આવી. ના, ના. સર કંઈ જરૂર નથી. તમે પૂછ્યું એ જ બહુ છે.


બન્નેના એક જ જવાબ. યાદ રાખજો, ખાતરી રાખજો કે એવું નથી બનવાનું કે બધા માગશે જ.
આ વાત તમારી સાથે શૅર કરું છું કે આ મને સૂઝ્યું છે. તમને મારા કરતાં પણ ૫૦ વસ્તુ વધારે સૂઝી શકે છે અને તમે બધા અલગ-અલગ કરી જ શકો છો અને કરશો જ એની મને ખાતરી છે. હું દર વર્ષે મથુરા જાઉં, ગિરિરાજજી જાઉં. ત્યાં બહુ બધા વાંદરાઓ હોય, ગાયો હોય. ત્યાં પરિક્રમા કરવા જે વૈષ્ણવો આવતા હોય એ બધા કંઈક ને કંઈક આપતા જ હોય. ઘણું બધું ખવડાવતા હોય, પણ અત્યારે તો પરિક્રમા જ બંધ છે. માણસોનું તો થઈ જશે, પણ આ વાંદરાઓનું, પરિક્રમાના પથ પર આવતી એ ગાયોનું શું થશે? આ યાદ આવતાં મારી પાસે એક નંબર હતો એક માણસનો, તેણે બે-અઢી વર્ષ પહેલાં નંબર માગ્યો હતો અને પવિત્ર ભૂમિ હતી એટલે મેં આપી પણ દીધો હતો. છ-બાર મહિને એક વાર મને ફોન કરે. ખાસ તો ત્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ હોય અને પરિક્રમા કરવા કોઈ આવ્યું ન હોય ત્યારે તે મને બિચારો કહેતો કે કોઈને કુછ નહીં ડાલા, ચના ડાલ દૂં. હા પાડીને હું તેને બૅન્કથી પૈસા ટ્રાન્સફર કરી દેતો. મેં તેને ફોન કર્યો અને તેને કહ્યું કે તું દરરોજ આપતો રહેજે. તારા અકાઉન્ટમાં હું પૈસા ટ્રાન્સફર કરી દઈશ તો તેણે મને કહ્યું કે અરે સા’બ, ટેન્શન નહીં. એક મહિને બાદ ભી આપ કરોગે તો ચલેગા.

તેનું જિગર જુઓ તમે. એક ગરીબ ફેરિયો એમ કહે છે કે તમે એક મહિના પછી પૈસા આપશો તો ચાલશે, પણ સાહેબ, આ વાંદરાઓને ખવડાવવા માટે તમે ફોન તો કર્યો. હું તમને એમ કહેવા માગું છું કે જો મારી આ વાતથી તમે ઇન્સ્પાયર થશો તો એવી ઘણી જગ્યા હશે જેમાં તમે આ રીતે મદદરૂપ થઈ શકશો. તમને શરૂઆતમાં જ કહ્યું છે, આ ભૂલ સુધારવાનો સમય છે. સુધારજો. ભૂલ સુધારીને જીવન સુધારી લેવાનો આવો મોકો જીવનમાં બીજી વાર ક્યારેય નહીં મળે.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 09:58 PM IST | Mumbai Desk | Jamnadas Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK