દેશ ભ્રષ્ટાચાર સામે લડવાની તક ઝડપી લે : મનમોહન સિંહ

Published: 22nd October, 2011 14:32 IST

નવી દિલ્હી: વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચારને ડામવાની યંત્રણા વિકસાવવાનું કાર્ય તત્કાળ કરવાની જરૂર છે અને દેશે કરપ્શન સામે લડવાની મળેલી તકને ઝડપી લેવી જોઈએ. આ લડતમાં પણ અનેક દૂરગામી ફેરફારો કરવાના છીએ.

 

લોકપાલ બિલ માટેના આંદોલને સ્વચ્છ જાહેર જીવનના મુદ્દાને દેશના ટોચના મુદ્દાઓમાં સામેલ કરી દીધો છે. સરકાર સિવિલ સોસાયટી અને એનજીઓ (નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન)ના ટેકાની કદર કરે છે.’

આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટની સમીક્ષા કરવી જોઈએ એવા પોતાના નિવેદનની આલોચના થયા બાદ વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની દ્વિવાર્ષિક કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘સત્તાવાળાઓએ લોકોને વાકેફ કરવા બનેએટલી વિગતો જાહેરમાં મૂકવી જોઈએ. જાહેર જીવનમાં પારદર્શિતા અને પ્રતિબદ્ધતા લાવવા માટે આરટીઆઇ એક ધારદાર હથિયાર છે. આપણે ભ્રષ્ટ લોકોને કડક સજા કરવી જોઈએ. સરકાર કરોડો રૂપિયાના પ્રોક્યૉરમેન્ટ કૉન્ટ્રૅક્ટમાં પારદર્શિતા લાવવા એક બિલ સંસદના શિયાળુ સત્રમાં લઈ આવશે. સરકાર ભ્રષ્ટાચાર ઉજાગર કરનારા વ્હિસલ બ્લૉઅર્સના રક્ષણ અર્થે અને જુડિશ્યલ સ્ટાન્ડડ્ર્સ ઍન્ડ અકાઉન્ટેબિલિટી બિલો પણ લાવશે. સરકાર શિયાળુ સત્રમાં શક્તિશાળી લોકપાલનો કાયદો પણ બનાવવાની આશા રાખે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK