Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નાશિકમાં દીપડીએ એક ઝૂંપડીમાં ચાર બચ્ચાંને આપ્યો જન્મ

નાશિકમાં દીપડીએ એક ઝૂંપડીમાં ચાર બચ્ચાંને આપ્યો જન્મ

20 August, 2020 08:46 AM IST | Mumbai
Mumbai correspondent

નાશિકમાં દીપડીએ એક ઝૂંપડીમાં ચાર બચ્ચાંને આપ્યો જન્મ

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયોએ લોકોમાં જબરું આકર્ષણ જન્માવ્યું છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયોએ લોકોમાં જબરું આકર્ષણ જન્માવ્યું છે.


નાશિક જિલ્લાના ઇગતપુરીમાં એક માદા દીપડાએ એક ઝૂંપડીમાં ચાર બચ્ચાંને જન્મ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયોએ લોકોમાં જબરું આકર્ષણ જન્માવ્યું છે.
ભારતીય દીપડાની વસ્તી પણ ઘટી રહી હોવાથી હવે વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિમાં એની ગણના થઈ રહી છે. દીપડાની વસતી ઓછી હોવાથી એના શિકાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે એની ચામડી અને શરીરના અન્ય હિસ્સા માટે એનો શિકાર થતો રહ્યો છે.
વનવિભાગના અધિકારી ગણેશરાવ ઝોલેનું કહેવું છે કે બચ્ચાને લીધે દીપડાને પકડવાનું શક્ય નથી. હવે બચ્ચાને અલગ સ્થળે લઈ જવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યાં સુધી મા એનાં બચ્ચાંઓની રક્ષા માટે ઝૂંપડીમાંથી ટસ કે મસ થવા તૈયાર નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2020 08:46 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK