પ્રિયંકા ચોપડાએ ફટકારી લીગલ નોટિસ

Published: 29th November, 2014 04:09 IST

પોતાની પ્રૉપર્ટીમાં સેક્સ-રૅકેટ ચલાવતા સ્પા-ઓનરની લીઝ પણ કૅન્સલ કરી નાખી


વર્સોવામાં સેક્સ-રૅકેટના કેસમાં રેઇડ પડી હતી એ સ્પા ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની ભાડે આપેલી પ્રૉપર્ટી હોવાના અહેવાલો તાજેતરમાં ‘મિડ-ડે’માં છપાયા હતા. સાત નવેમ્બરે પોલીસે આ પ્રૉપર્ટી પર રેઇડ પાડીને સ્પાના મૅનેજરની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને બચાવી હતી. આ કેસમાં સ્પાનો માલિક માણિક સોની ભાગતો ફરે છે. આ અહેવાલમાં જ કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા હવે આ સ્પાના માલિક સાથેનું લીઝ ઍગ્રીમેન્ટ કૅન્સલ કરવાની કાર્યવાહી કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઍક્ટ્રેસે સ્પાના માલિક માણિક સોનીને લીગલ નોટિસ ફટકારીને વર્સોવાના વાસ્તુ પ્રેસિન્ક્ટ બિલ્ડિંગમાં સ્પા સહિત ૩૦૦૦ સ્ક્વેર ફૂટનો ફ્લોર તેણે ભાડે આપેલો છે એનું ઍગ્રીમેન્ટ કૅન્સલ કરવા સાથે જ અન્ય કાનૂની વિધિ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે કરિશ્મા સ્પા ઍન્ડ બ્યુટી સેન્ટરની નજીકમાં જ પ્રિયંકાની મમ્મી મધુનું ક્લિનિક આવેલું છે અને બે વર્ષ પહેલાં સ્પાના લૉન્ચિંગમાં પણ મધુ અને તેનો પુત્ર સિદ્ધાર્થ હાજર રહ્યાં હતાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘માણિક સોની બાંદરામાં પણ આ નામે જ સ્પા ચલાવે છે અને એમાં સોહેલ ખાનની પત્ની સીમા તેની પાર્ટનર હોવાનું કહેવાય છે. ગયા વર્ષે માર્ચમાં બાંદરાના સ્પામાં માણિકે પોતાનો બર્થ-ડે અને વર્સોવાના સ્પાને એક વર્ષ પૂરું થયું એની ઉજવણી કરી હતી.’ ઍગ્રીમેન્ટ કૅન્સલ કરવાની કાનૂની કાર્યવાહી વિશે પ્રિયંકાની પ્રતિક્રિયા તો નથી મળી, પરંતુ તેની મમ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે અમે સ્પાના માલિકને લીગલ નોટિસ મોકલી આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK