RSSના જૂના જોગીએ સંભાળ્યું ગોવાનું સુકાન

Published: 9th November, 2014 05:50 IST

ગોવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને આગવું સ્થાન બનાવવામાં મદદરૂપ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જૂના જોગી લક્ષ્મીકાંત પાર્સેકરે ગઈ કાલે ગોવાના મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા.


માંડ્રેમના ૫૮ વર્ષની વયના વિધાનસભ્ય પાર્સેકરને રાજ્યપાલ મૃદુલા સિંહાએ પણજીસ્થિત રાજભવન ખાતે સોગંદ લેવડાવ્યા હતા. તેમની સાથે નવ અન્ય પ્રધાનોએ પણ સોગંદ લીધા હતા જેમાં BJPના સાત અને સાથીપક્ષ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે સભ્યોનો સમાવેશ છે. આ નવેય પ્રધાનો અગાઉના પર્રિકર પ્રધાનમંડળમાં પણ કાર્યરત હતા. નાયબ મુખ્ય પ્રધાન ફ્રાન્સિસ ડિસોઝાએ લક્ષ્મીકાંત પાર્સેકરના મુખ્ય પ્રધાન બનવા સામે શુક્રવારે પડકાર ફેંક્યો હતો, પણ RSS અને BJPના સજ્જડ ટેકાને કારણે લક્ષ્મીકાંત પાર્સેકર મુખ્ય પ્રધાનપદ મેળવી શક્યા હતા. ફ્રાન્સિસ ડિસોઝાએ કહ્યું હતું કે ‘૨૧ વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાનની પસંદગી કરી છે. એ પ્રક્રિયા સામે હું વાંધો ન લઈ શકું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK