જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ન લંબાવાઈ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું ગુડ્સ એન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો હતો. જીએસટી પ્રેક્ટિશનર્સ અસોસિએશને જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન સુધી લંબાવવાની માગણી સાથે કરેલી અરજી ન્યાયમૂર્તિઓ ઉજ્જલ ભુયાન અને મિલિંદ જાધવની બેન્ચે રદબાતલ કરી હતી. બેન્ચે જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરી યથાવત્ રાખી હતી.