મોદી છે લહુપુરુષ : મણિશંકર ઐયર

Published: 11th November, 2012 05:10 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર કૉન્ગ્રેસના એક પછી એક નેતાઓ વરસી રહ્યા છે.

ગુજરાત કૉન્ગ્રેસના ચીફ અજુર્ન મોઢવાડિયાએ મોદીને વાંદરા અને હડકાયા કૂતરા સાથે સરખાવ્યા પછી ગઈ કાલે કૉન્ગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે મોદીને લહુપુરૂષ ગણાવી દીધા હતા. આ સાથે ઐયરે મોદી પર અમેરિકાને ફાયદો પહોંચાડવાનો પણ આરોપ મૂક્યો હતો. ઐયરે કહ્યું હતું કે મોદી દાવો કરે છે એટલો ગુજરાતનો વિકાસ થયો નથી. મોદી અમેરિકી કંપનીને ડૉલરમાં પેમેન્ટ કરતા હોવાનું જણાવતાં ઐયરે તેમને અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ચૂંટણી જીતી બતાવવાનો પડકાર ફેંકયો હતો. ઐયરનાં નિવેદનો વિશે પ્રતિક્રિયા આપતાં બીજેપીના નેતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે અહીંના (ગુજરાતના) નેતાઓ કરતાં દિલ્હીના કૉન્ગ્રેસના નેતાઓ મોદીને સવાઈ ગાળો આપે છે. રૂપાલાએ કૉન્ગ્રેસના નેતાઓને દિવાળીનું પર્વ કલુષિત નહીં કરવાની અપીલ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK