ઇન્ડોનેશિયાના દક્ષિણી પ્રાંત વેસ્ટ જાવાના સિયાન્જુર શહેરની હૉસ્પિટલમાં ગયા અઠવાડિયે પચીસ વર્ષની કન્યાએ એક બાળકને જન્મ આપ્યો. સીતી ઝૈના નામની એ યુવતીનો દાવો છે કે પોતે સગર્ભા હોવાની તેને ખબર પડ્યા પછી એકાદ કલાકમાં પ્રસૂતિની પીડા ઊપડતાં તેને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવાઈ હતી. ત્યાં તેણે ૨.૯ કિલો વજનની બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી અને માતા બન્નેની તબિયત સારી હોવાનું હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું. સીતી ઝૈનાએ પ્રસાર માધ્યમો સમક્ષ કરેલા એ દાવાની પોલીસ તપાસ કરી રહી છે.
સીતી ઝૈનાએ દાવો કર્યો હતો કે એ બપોરે પ્રાર્થના કર્યા પછી ઘરના લિવિંગરૂમમાં ઊંધી પડીને સૂઈ ગઈ ત્યારે બારીમાંથી પવન આવ્યો હતો. પવનની લહેરખી યોનિમાં પ્રવેશી હતી. ત્યાર પછી પંદરેક મિનિટમાં તેને પેટમાં દુખાવો ઊપડ્યો હતો. તેને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવાતાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. જોકે સીતી ઝૈનાએ કરેલા દાવાના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાયા હતા. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક સત્તાતંત્રોના અમલદારો સીતીની મુલાકાતે આવ્યા હતા. હવે પોલીસ અને ડૉક્ટરો તેના દાવાની તપાસ કરી રહ્યા છે.
અગાઉ બ્રિટનના વેસ્ટ સસેક્સની મહિલા ગ્રેસ મિયાકિમે દાવો કર્યો હતો કે તેનો ગર્ભ ૩૭ મહિનાનો થયો ત્યાં સુધી તેને સગર્ભાવસ્થાનો ખ્યાલ નહોતો, કારણ કે તે નિયમિત કૉન્ટ્રાસેપ્ટિવ્ઝ લેતી હતી અને તેના પિરિયડ્સ પણ ચાલુ હતા. એ ઉપરાંત પેટ પર બેબીબમ્પ દેખાતો નહોતો.
સાંભળી ન શકતી આ મહિલા બાઇકર શરૂ કરવા જઈ રહી છે ૬૫૦ દિવસમાં ૯૪ દેશોની બાઇકયાત્રા
28th February, 2021 08:55 ISTહતાશ થયા હો તો અહીં તમતમારે તોડફોડ કરો અને ગુસ્સો ઉતારો
28th February, 2021 08:52 IST૮૧ વર્ષે આ દાદીમા બની ગયા છે સોશ્યલ મીડિયાના ફિટનેસ-સ્ટાર
28th February, 2021 08:49 ISTઆ બહેને સુપરમાર્કેટમાં બધાની સામે જ અન્ડરવેઅર કાઢી માસ્કની જેમ પહેરી લીધી
28th February, 2021 08:29 IST