પૉપ સ્ટાર લેડી ગાગાનો ધડાકો : મારા પર 19 વર્ષની ઉંમરે બળાત્કાર થયો હતો

Published: 3rd December, 2014 07:15 IST

જાણીતી પૉપ સિંગર લેડી ગાગાએ પોતાના જીવના સૌથી ખરાબ દિવસોને યાદ કરી સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે જ્યારે સગીર વયની હતી ત્યારે તેની પર બળાત્કાર થયો હતો. આ ઘટનામાંથી બહાર આવવા માટે મારે અનેકવાર માનસીક સારવાર અને ઈમોશ્નલ થેરાપીનો સાહારો પણ લેવો પડ્યો હતો તેમ પણ તેણે જણાવ્યું હતું.


lady-gagaમુંબઈ : તા., 03 ડિસેમ્બર

હોલિવૂડની જાણીતી 28 વર્ષીય પૉપ સ્ટાર લેડી ગાગાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કઈ રીતે 19 વર્ષની ઉંમરમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું અને કેમ તેણે આ ઘટના વિષે અગાઉ ક્યારેક કંઈ કહ્યું ન હતું. તેણે કહ્યું હતું કે હું નહોતી ઈચ્છતી કે આ ઘટનાથી મારી સફળતા માટે આરોપીને કોઈ શ્રેય મળે.

તેણે આગળ જણાવ્યું હતું કે હું કેટલીક ડરામણી ઘટનાઓમાંથી પસાર થઈ હતી, જેના પર આજે મને હસવુ પણ આવે છે. કારણ કે આ પ્રકારની ઘટનાઓમાંથી બહાર આવવા માટે મેં ઘણા બધા વર્ષો અનેક મેંટલ, ફિઝિકલ થેરાપી અન ઈમોશ્નલ થેરાપીને સહારો લીધો હતો.

કપડા અને વાળ સહિતની અલગ સ્ટાઈલની વિચિત્ર સ્ટાઈલ માટે પણ જાણીતી લેડી ગાગાએ વધુમાં જણાવ્યું હતું કે મારૂ સંગીત મારા માટે હંમેશા શાનદાર રહ્યું છે. પરંતુ હું એક સમયે ખુબ જ કમજોર હતી. અત્યારે છુ તેવી બીલકુલ ન હતી. ઈમાનદારીથી કહું તો હું જ્યારે 19 વર્ષની હતી ત્યારે એક મિશનરી સ્કૂલમાં ભણતી હતી. તે દરમિયાન જ આ સમગ્ર ઘટના ઘટી હતી. તે સમયે હું વિચારતી કતી કે શું બધા એડલ્ટ આવા જ હોતા હશે.

9 વર્ષ પહેલા આ ઘટના ઘટી હોવા છતાં અત્યાર સુધી કેમ ચુપ રહી? તે વિષે તેણે કહ્યું હતું કે હું નહોતી ઈચ્છતી કે મારી સફળતા માટેનો શ્રેય આરોપીને મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK