Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ બહેનને ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રત્યેનો પ્રેમ જુઓ ક્યાં લઈ ગયો

આ બહેનને ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રત્યેનો પ્રેમ જુઓ ક્યાં લઈ ગયો

09 May, 2019 02:15 PM IST | મુંબઈ
લેડીઝ સ્પેશ્યલ - રુચિતા શાહ

આ બહેનને ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રત્યેનો પ્રેમ જુઓ ક્યાં લઈ ગયો

વૈશાલી શાહ

વૈશાલી શાહ


કેન્યામાં રહેતાં મૂળ ભારતીય વૈશાલી શાહે લગભગ ૭૫ હજાર પાનાંનું કન્ટેન્ટ ધરાવતી ફ્રી વેબસાઇટ શરૂ કરી છે, જેનું નામ છે indianscriptures.com. એ સિવાય હિન્દુ ધર્મની જાણીતી પરંપરાને લઈને બે પુસ્તકો લખ્યાં છે. આજની પેઢી જેનાથી વિમુક્ત થઈ રહી છે એ હિન્દુ શાસ્ત્રોને તેમની પોતાની ભાષામાં સરળ શૈલીમાં રજૂ કરવાની તેમની જહેમતયાત્રા પણ તાજુબ પમાડે તેવી છે.

હિન્દુત્વને તમારી જીવનશૈલી સાથે શું લેવા-દેવા છે? મંદિરોમાં શું કામ જવું જોઈએ? આર્કિયોલૉજી, ઍસ્ટ્રોલૉજી, બાયોલૉજી, કૉસ્મોલૉજી, આર્કિટેક્ચર, પૉલિટિકલ સાયન્સ જેવા અઢળક વિષયો પર આપણા વેદો, ઉપનિષદો, પુરાણોમાં શું વાતો મળે છે? હિન્દુ પરંપરાઓ પાછળનાં રહસ્યો, વિવિધ ધર્માચાયોર્ની જીવનગાથા અને સંદેશ, ચારેય વેદ, અઢાર પુરાણ ઓરિજિનલ ફૉર્મેટમાં વાંચવા હોય તો તમારે તાત્કાલિક indianscriptures.comની મુલાકાત લઈ લેવી.



મૂળ મુંબઈયા ગર્લ અને લગ્ન પછી આફ્રિકામાં સ્થાયી થયેલાં વૈશાલી શાહે લગભગ સત્તર વર્ષની મહેનતથી આ બધું જ એક જ પ્લૅટફૉર્મ પર અને એય આજની પ્રજા સમજી શકે એવી સરળ ભાષામાં તૈયાર કરીને અને કરાવીને વેબ પૉર્ટલ પર મૂક્યું છે. આજે જ્યારે સંસ્કૃત સાથેનો યુવાપેઢીનો નાતો છૂટી રહ્યો છે અને સંસ્કૃતમાં સમજવા અઘરા પડે એવી ભાષામાં લખાયેલા ગ્રંથોને સાચી રીતે સમજાવી શકે એવી વ્યક્તિઓની ઊણપ સર્જાઈ છે ત્યારે તદ્દન સાદી-સરળ શૈલીમાં વિસ્તારપૂર્વક આ તમામ સામગ્રી પ્રસ્તુત કરવાનો આઇડિયા વૈશાલી શાહને કેવી રીતે આવ્યો, એ દિશામાં તેઓ આગળ કઈ રીતે વધ્યાં, નરેન્દ્ર મોદીથી લઈને અનેક નામી વ્યક્તિઓ સાથે આ યાત્રા દરમ્યાન કઈ રીતે પરિચય સધાયો એ તમામ વાતો આગળ વધારીએ.


હિન્દુત્વ માટેનો લગાવ

‘મૂળ હું મૅનેજમેન્ટની સ્ટુડન્ટ છું, પરંતુ ભારતીય શાસ્ત્રોમાં મારો ઊંડો રસ પહેલેથી જ રહ્યો છે. મને યાદ છે કે નાની હતી ત્યારે શ્રીમદ ભાગવત ગીતા પર જુદા જુદા લોકો પાસેથી જુદી જુદી વાતો સાંભળતી અને મંત્રમુગ્ધ બની જતી.’ આટલુ જણાવીને વૈશાલી કહે છે, ‘મારો અભ્યાસ જુદો છે અને મારો ઇન્ટરેસ્ટ જુદો હતો. હું અમેરિકામાં અભ્યાસ કરતી હતી એ સમયથી આપણાં હિન્દુ શાસ્ત્રોને લઈને કેટલાક આર્ટિકલ્સ મેં મારા બ્લૉગ પર લખ્યા હતા, જે લોકોને ખૂબ પસંદ પડ્યા હતા. લોકો પણ કંઈક કન્સ્ટ્રક્ટિવ લેવલ પર કરવાનું કહી રહ્યા હતા ત્યારે જ મેં એક વેબસાઇટ બનાવવાનું નક્કી કરી લીધું હતું. મારા મૅનેજમેન્ટના જ્ઞાન અને કમ્પ્યુટરના જ્ઞાનને મેં મારા ઇન્ટરેસ્ટમાં કલ્ટિવેટ કરી લીધું. મારી વેબસાઇટ અને આ પુસ્તકો એનું જ પરિણામ છે. ૧૭ વર્ષ પહેલાં મેં ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સડૉટકૉમ નામની વેબસાઇટનું ડોમેઇન રજિસ્ટર્ડ કર્યું હતું.’


આજે એ વેબસાઇટ પર ૭૫ હજાર પાનાંનું કન્ટેન્ટ તદ્દન નિ:શુલ્ક મૂકવામાં આવ્યું છે, જેમાં ૩૦૦થી વધુ પુસ્તકો છે. ચારેય વેદ, છ દર્શનશાસ્ત્ર, બધા બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથોની મૂળ કૃતિ અને એનાં અંગ્રેજી ભાષામાં કરેલાં વિfલેષણ મૂકવામાં આવ્યાં છે. આ બધું જ કરવા માટે વૈશાલીએ અનેક વાર કેન્યાથી ભારતની મુલાકાત લીધી. ભારતભરમાં વિવિધ એક્સપર્ટ્સોને શોધી શોધીને લગભગ ત્રીસેક લોકોની ટીમ બનાવી. સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોનું તેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરનારાઓ પાસે વેરિફિકેશન કરાવ્યું. ઘણા આશ્રમોની મુલાકાત લઈ ત્યાંથી ગ્રંથો અને તેના સંદભોર્ પ્રાપ્ત કર્યા અને કન્ટિન્યુઅસ પ્રયત્નો કરીને કામને આગળ વધાર્યું. વૈશાલી કહે છે, ‘મારી એકલીની મહેનત નથી. વિઝન મારું હતું અને કામનો આરંભ ભલે મારાથી થયો હોય, પણ મેં પોતે ઘણા બધા લોકોની મદદ દ્વારા આ કામ પાર પાડ્યું છે. મારી સાથે રાઇટર, વેરિફાયર અને ડિજિટલાઇઝ કરનારી ટીમ અલગ અલગ હતી.’

પોતાનો અભ્યાસ

હિન્દુ શાસ્ત્રો અને ગ્રંથોમાં અનેક એવી બાબતો છે જે આજના વૈજ્ઞાનિકોને પણ નવાઈ પમાડે એવી છે. તેનું શ્રેષ્ઠ રીતે વર્ગીકરણ કરીને તેને અંગ્રેજીમાં પ્રસ્તુત કરવામાં વૈશાલીબહેનને તેમની મૅનેજમેન્ટની આવડતને કારણે સરળ બન્યું, પણ તેની સમજ માટે તેમણે પોતે પણ ઘણા એવા કોર્સિસ પણ કર્યા છે. તેઓ કહે છે, ‘મેં ચિન્મયા મિશન, અમેરિકાનું ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ, ઇસ્કોન જેવી જગ્યાએથી હિન્દુઇઝમના વિવિધ વિષયોને લગતા કોર્સિસ કર્યા છે. દ્વારકામાં જઈને બેસિક વેદાંતનો કોર્સ કયોર્. પોતે સમજું તો જ લોકોને સમજાવી શકું. આજના સમયમાં લોકોને જેમાં રસ પડતો હોય એવી કૅટેગરી બનાવીને પછી દરેક ઇન્ફર્મેશનને એને અનુરૂપ વર્ગીકૃત કરી જે તમે વેબસાઇટ પર જોઈ શકો છો.’

આ પણ વાંચો : કૉલમ: સીક્રેટ શૅર કરવાં કે નહીં?

પુસ્તક અને શાકાહાર

વૈશાલીએ વેબસાઇટ બનાવવાની સાથે બે પુસ્તકો પણ લખ્યાં છે. તેમનું પુસ્તક હિન્દુ કલ્ચર: અ લાઇફસ્ટાઇલ સ્ટડી’ નામના બાર ભાગમાં લખાયેલા ગ્રંથના એક પુસ્તકનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આફ્રિકા ગયા ત્યારે કર્યું હતું. એવી જ રીતે દેશ-વિદેશનાં ઘણાં ગ્રંથાલયોમાં વૈશાલી શાહનાં પુસ્તકો છે. લંડનના એમપીના હાથે તેમના પુસ્તકનું લોકાર્પણ થયું છે. આ ઉપરાંત કેન્યામાં તેમણે શાકાહારનો પ્રચાર કરવાની સાથે ત્યાં વેજિટેરિયન સોસાયટીમાં સક્રિય ભૂમિકા ભજવી છે. ત્યાંની પરંપરામાં આવેલા બદલાવના સંદર્ભમાં તેમના ફૅમિલી ટ્રસ્ટ શ્રી વેદાંત ફાઉન્ડેશન અંતર્ગત કેટલીક ચૅરિટી ઍક્ટિવિટીઓ પણ કરી છે, જેના પર ‘વેદ સફારી’ નામનું પુસ્તક લખ્યું છે. વૈશાલી કહે છે, ‘મારું ધ્યેય હતું કે નાનામાં નાની વ્યક્તિથી લઈને મોટામાં મોટા સ્કૉલરને પણ માહિતી મળે એવું કંઈક કરવાની ઇચ્છા હતી, જે આ પુસ્તક અને વેબસાઇટ દ્વારા પરિપૂર્ણ થઈ છે એવું લાગે છે. બેશક હજીયે કામ ચાલુ છેં એના માટે ખરેખર ઈfવરનો આભાર માનું એટલો ઓછો છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 02:15 PM IST | મુંબઈ | લેડીઝ સ્પેશ્યલ - રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK