કુવૈતની ભારત સહિત દેશોના નાગરિકોના પ્રવેશ પર બંધી

Published: Aug 01, 2020, 10:35 IST | Agencies | Kuwait City

પ્રતિબંધ લાગતાં આઠ લાખ ભારતીયો પર સંકટ

કુવૈત સિટી
કુવૈત સિટી

કુવૈતે આકરાં પગલાં ભરતાં ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરુવારે સવારે કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે ૧ ઑગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાલ, બંગલા દેશ, શ્રીલંકા, ઈરાન અને ફિલિપિન્સથી આવનારા લોકોને બાદ કરતાં અન્ય દેશોમાં રહેતા કુવૈતી નાગરિક અને પ્રવાસીઓ દેશમાં અવર-જવર કરી શકે છે.

ભારતીય વિદેશ મંત્રાલયને ભારતીય નાગરિકો પર લાદવામાં આવેલા આ પ્રતિબંધ વિશેની માહિતી છે અને તેઓ પ્રશાસનિક સ્તરે આ મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરબ મીડિયા સૂત્રોએ જણાવ્યા અનુસાર કમ્યુનિટી સપોર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજપાલ ત્યાગીએ જણાવ્યું કે આ નિર્ણયથી જેઓ ભારત જઈને ત્યાં કોરોનાની મહામારીને કારણે ફસાઈ ગયા છે એવા હજારો લોકોની નોકરીઓ છીનવાઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK