કચ્છ યુવક સંઘે સાંતાક્રુઝથી અંધેરીનાં ચાર સેન્ટરોમાંથી ભેગું કર્યું ૩૭૩ બૉટલ બ્લડ

Published: 14th December, 2012 07:15 IST

કચ્છ યુવક સંઘ અને ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે ૯ ડિસેમ્બરે સતત તેરમા વર્ષે ૪૯મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી પુરાવી રક્તદાન કર્યું હતું. ચાર સેન્ટરોમાં બ્લડની ૩૭૩ બૉટલ એકઠી થઈ હતી.અંધેરી-ઈસ્ટના જે. બી. નગરમાં આવેલી ઘનશ્યામદાસ પોદાર હાઈ સ્કૂલમાં યોજાયેલા કૅમ્પમાં બ્લડની ૫૩ બૉટલ ભેગી કરવામાં આવી હતી. 

જુહુમાં ચર્ચ પાસે આવેલા જૈન દેરાસરના ઉપાશ્રયમાં યોજાયેલા કૅમ્પમાં બ્લડની ૮૩ બૉટલ ભેગી કરવામાં આવી હતી. વિલે પાર્લે-ઈસ્ટના માલવિયા રોડ પર આવેલા ઉત્કર્ષ મંડળમાં યોજાયેલા કૅમ્પમાં બ્લડની ૧૨૯ બૉટલ ભેગી કરવામાં આવી હતી. સાંતાક્રુઝ-વેસ્ટમાં સાંતાક્રુઝ ટૅન્ક લેનમાં આવેલી સુધરાઈની સ્કૂલમાં યોજાયેલા કૅમ્પમાં બ્લડની ૧૦૮ બૉટલો ભેગી કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK