કચ્છ-રાપરના મોટા નેતાનું સેક્સકાંડ

Updated: Apr 21, 2019, 12:09 IST | જયેશ શાહ

સોશ્યલ મીડિયામાં ઓડિયો ક્લિપ્સ થઈ વાઇરલ : નલિયા સેક્સકાંડમાં વપરાયેલા કોડ-વર્ડનો વાતચીતમાં ભરપૂર ઉપયોગ: ગુજરાતમાં ચૂંટણી પહેલાં રાજકીય ભૂકંપ

કચ્છ-રાપરના મોટા નેતાનું સેક્સકાંડ
કચ્છ-રાપરના મોટા નેતાનું સેક્સકાંડ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને માત્ર ત્રણ જ દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ધરતીકંપ આવે એવા સમાચાર બહાર આવ્યા છે. ગુજરાતના કચ્છ-રાપરના એક મોટા નેતાના સેક્સ-સ્કેન્ડલ વિશેની ઓડિયો ક્લિપો વાઇરલ થઈ છે. આ ક્લિપોમાં એક નેતા પોતાની પ્રેમિકા જોડે વાતચીત કરી રહ્યો છે તેમ જ આ નેતાજીના અન્ય અનેક યુવતીઓ સાથેના લફરાની વાતો કરતાં-કરતાં બન્ને જણ ઝઘડી રહ્યાં છે તેમ જ નેતાની કથિત પ્રેમિકા બેફામ ગંદી ગાળો બોલી રહી છે. આ નેતા પણ ઓછા ઊતર્યા નથી. આ પ્રકારની ઓડિયો ક્લિપ બહાર આવતાં રાજકીય વતુર્ળોમાં ફરી પાછી ખારેક અને ઘઉં જેવા કોડવર્ડથી મહિલાઓ સાથે સેક્સ સંબંધ બનાવેલ એ પાછા સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ રહ્યા છે.

ગુજરાતના આ નેતા એક મહિલા સાથે સેક્સ સંબંધની રાસલીલાની અભદ્ર બીભત્સ શબ્દોમાં વાતચીત કરે છે. જે પાંચ ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે એ સવા મિનિટથી લઈને સવાસાત મિનિટ સુધીની છે. જોકે પ્રેમિકા દ્વારા તેમને ધમકાવ્યા હતા તેથી તેઓ વધુ બોલી શકતા નથી અને દબાયેલા હોય એવું જણાઈ રહ્યું છે જેમાં આ નેતા પોતાની પ્રેમિકાને ટેલિફોન પર એવું કહે છે કે ‘હું ભૂતકાળને વાગોળવાનો છું, વર્તમાનમાં તને પ્યાર કરું છું અને ભવિષ્યમાં કરતો રહીશ.’ આવું સાંભળ્યા બાદ સામેથી ‘થૅન્ક યુ માય ડિયર, થૅન્ક યુ’ એવા શબ્દો પ્રેમિકા બોલે છે. જોકે ત્યાર પછી થોડીક વાતો પણ થાય છે જેમાં નેતા એવું કહે છે કે ‘સવારે ઊઠીને તને ચાટવાની શી જરૂર છે. હજી મેં ભગવાનની પૂજા પણ કરી નથી.’ આવું સાંભળી પ્રેમિકા ખડખડાટ હસી પડે છે અને એવું કહે છે કે ‘તમે મારી લાઇફ છો, તમે મારા ધણી છો અને રહેશો.’ ત્યાર બાદ પ્રેમિકા આ નેતાને શિખામણ આપી રહી છે કે ‘સવારમાં તમે ગંદી ગાળો બોલવાને બદલે ભગવાનનું નામ લો.’

અન્ય એક ક્લિપમાં નેતા તેની પ્રેમિકાને 6 તારીખ પહેલાં સરપ્રાઇઝ આપવાની વાત કરે છે. જ્યારે સામેથી મહિલા બોલી રહી છે, ‘આપોને માય ડિયર, માય સ્વીટ... હો હો... ઓહો....જે પ્યારથી આપવું હોય એ આપો.’ થોડી વાર પછી પાછા પ્રેમિકા નેતાજીએ ગિફ્ટમાં આપેલું દોઢ લાખની કિંમતનું મંગલસૂત્ર પરત લઈ લીધું એ વિશે બળાપો કાઢી રહી છે. તો સામેથી નેતાજી કહી રહ્યા છે કે મેં તને તેના બદલામાં કૅશ આપી દીધી છે. પ્રેમિકાએ કીધું, તમે મને આપેલી ગિફ્ટની કિંમત ન હોય એમ કહી બન્ને વચ્ચે ફરી પાછો ઝઘડો થાય છે.

ગંગારામ તું સાચો જ છે અને તરુણા ચટલાણીએ જે કહ્યું એ સાચું નીકળ્યું. જિગર ગઢવી અને અનેક આવા નેતાજીના ડ્રાઇવરોનો પણ વાતચીતમાં ઉલ્લેખ થાય છે. આ તમામ મહિલાઓ વિશે સંસદીય સચિવના ડ્રાઇવરો તમામ વિગતો જાણે છે એ વિશે મહિલા નેતાજીને સાનમાં સમજાવી રહી છે. આવી અનેક પ્રકારની વાતો બન્ને વચ્ચે થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કચ્છની મહિલાઓનું શારીરિક શોષણ કરતા આવ્યા છે જેથી કચ્છ બદનામ થયું છે. ખારેક અને ઘઉં જેવા કોડવર્ડથી મહિલાઓ સાથે સેક્સ સંબંધ બનાવેલ છે જે ભૂતકાળની ઓડિયો ક્લિપમાં સાંભળેલી જ છે. ભૂતકાળમાં નલિયાકાંડ પણ વિધાનસભામાં ચમક્યું હતું જેના માટે સરકારે એક તપાસ કમિશનની રચના કરી છે.

 

આ પણ વાંચો: બેઠક બોલે છેઃ જાણો નવસારી લોકસભા બેઠકને

 

બીજી બાજુ તાજેતરમાં જ આ પ્રકારની સ્ટોરીને લઈને ભાજપના બે નેતાઓ ઝઘડ્યા હતા જેમાં જયંતી ભાનુશાળીની ઘાતકી હત્યા કરી દેવાઈ છે જેના આરોપમાં ભાજપના બીજા નેતા હાલમાં જેલમાં છે.નેતાની આવી ઓડિયો ક્લિપિંગો સાંભળ્યા બાદ સોશ્યલ મીડિયા પર ભાજપના કાર્યકરો જ બળાપો ઠાલવી રહ્યા છે કે કોઈ મંત્રીપદ ધારણ કરે છે ત્યારે મંત્રી ઈશ્વર અને ધર્મના સોગંદ ખાય છે કે અન્યાય-અનીતિ આચરીશ નહીં, સદા સત્ય પર ચાલીશ એવી પ્રતિજ્ઞા લે છે રાજ્યપાલની સાક્ષીમાં. આવા સોગંદ લીધેલ વ્યક્તિ જ જો ચરિત્રહીન કામ કરે તો કચ્છની બેટીઓને બચાવવાની માગ ઊ

Loading...

Tags

kutch
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK