ભચાઉના પ્રોફેસરે પીએચડીની પદવી મેળવી

Published: Sep 05, 2020, 13:27 IST | Gujarati Mid-day Correspondent | Bhachau

આ પહેલાં પણ ડૉ. નારણભાઈ દુબરિયાએ એમએ (આર્ટસ)માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા ૨૦૧૧માં યોજેલા પદવીદાન સમારંભમાં તત્કાલીન રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.

ભચાઉના પ્રોફેસરે પીએચડીની પદવી મેળવી
ભચાઉના પ્રોફેસરે પીએચડીની પદવી મેળવી

કચ્છ ભચાઉ ખાતે આવેલી શ્રી વાણી વિનાયક આર્ટસ એન્ડ કૉલેજના પ્રોફેસર ડૉ. નારણભાઈ મુળજીભાઈ દુબરિયાએ કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. કશ્યપ ત્રિવેદીની દોરવણી હેઠળ ‘સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૨૦મી સદીમાં રચેલા સંસ્કૃત સાહિત્યનો પરિચય’ એ શોધનિબંધ લખી પીએચડીની ડિગ્રી મેળવી છે. આ પ્રકારની પીએચડી મેળવનાર એ કચ્છ વાગડ લેઉઆ પાટીદાર સમાજની પહેલી વ્યક્તિ છે.

આ પહેલાં પણ ડૉ. નારણભાઈ દુબરિયાએ એમએ (આર્ટસ)માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા ૨૦૧૧માં યોજેલા પદવીદાન સમારંભમાં તત્કાલીન રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. એ ઉપરાંત મુંબઈમાં આઇએચઆરસી દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રતિભાને અપાતો ૨૦૧૮નો ડૉ. રાધાક્રિષ્ણન મેમોરિયલ અવૉર્ડ પણ મેળવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK