સફેદ રણમાં તૈયાર કરાયેલા ટેન્ટમાં આગઃ ચાર ટેન્ટ બળીને ખાખ

Published: Jan 10, 2020, 10:16 IST | Kutch

કચ્છના સફેદ રણમાં ઊજવાતા રણોત્સવ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.

સફેદ રણમાં તૈયાર કરાયેલા ટેન્ટમાં આગ
સફેદ રણમાં તૈયાર કરાયેલા ટેન્ટમાં આગ

કચ્છના સફેદ રણમાં ઊજવાતા રણોત્સવ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ત્રણથી ચાર જેટલા ટેન્ટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાનું કારણ હીટ હોવાની સંભાવના પ્રાથમિક દૃષ્ટ‌િએ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાની ઘટનાને પગલે પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાન‌િ નથી થઈ અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

આ પણ વાંચો : નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ બે દિવસ હજી ઠંડી પડશે

એક ટેન્ટમાં આગ લાગવાની ઘટના બન્યા પછી ટેન્ટમાં રોકાયેલા પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ટેન્ટમાંથી બહાર નીકળી જવા માટે બૂમો પાડી રહ્યા હતા. એક ટેન્ટમાં આગ લાગ્યા પછી આગે અન્ય ટેન્ટને પણ પોતાની ચેપટમાં લીધા હતા. ચાર જેટલા ટેન્ટ આ આગમાં બળીને ખાક થઈ ગયા હોવાનું સ્થા નિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK