તાજેતરમાં તેણે આ વાક્યને સાચું કરી દેખાડ્યું હતું. કુણાલ ખેમુએ ગયા શુક્રવારે તેની ગર્લફ્રેન્ડ સોહા અલી ખાનના ઘરમાં ઘૂસેલા ચોરને પકડી પાડીને પોલીસના હવાલે કરી પડદા બહાર પણ હીરોગીરી દેખાડી હતી.
શુક્રવારે રાત્રે સોહા અલી ખાન અને કુણાલ ખેમુ તેમની આગામી ફિલ્મનો પ્રિવ્યુ જોઈને ડિનર માટે બાઇક પર બેસીને સોહાના ઘરે આવ્યાં હતાં. તેઓ ખારમાં આવેલા સોહાના ફ્લૅટમાં બેઠાં હતાં ત્યારે જ બાલ્કનીમાં ખખડાટ થયો હતો. કુણાલે તરત જ જોયું કે એક ચોર ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. કુણાલે તેને પકડવાની કોશિશ કરી, પણ તે કૂદી ગયો અને સીડી પર પડ્યો હતો. જોકે ચોર ઊભો થઈને ભાગવા જાય એ પહેલાં જ કુણાલે તેને પકડી લીધો હતો અને ત્યાર બાદ પોલીસને હવાલે કર્યો હતો.
ખાર પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સચિન જાદવે કુણાલ ખેમુને આ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન બોલાવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કુણાલે જ ચોરને પકડાવ્યો હતો. તેની સામે ચોરીના ૧૦થી વધુ કેસો નોંધાયેલા છે.
સોહા અલી ખાન આ ઘટનાથી ખૂબ જ ગભરાઈ ગઈ હતી એટલે તેનું મન શાંત કરવા અને તેનો ડર ભગાવવા કુણાલ મોડી રાત સુધી સોહાના ઘરે રોકાયો હતો અને સોહાનો ડર ચાલ્યો ગયા પછી જ તે પોતાના ઘરે ગયો હતો.
ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે એનસીબી લાવી બે પેટી ભરીને ડૉક્યુમેન્ટ્સ
6th March, 2021 10:02 ISTમાસ્ક ન પહેરનારા લોકો પાસેથી પૈસા વસૂલ કરતા બનાવટી પોલીસની ધરપકડ
6th March, 2021 09:09 ISTGauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 IST