ગૃહપ્રધાન અમિત શાહના પશ્ચિમ બંગાળના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે ગૃહપ્રધાનના આ પ્રવાસને આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીની શરૂઆત માનવામાં આવી રહી છે. અમિત શાહે પહેલા દિવસે બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પીત કરી હતી. આ દરમિયાન તેઓએ મમતા સરકાર પર ગરીબો સુધી યોજનાઓનો ફાયદો નહીં પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ ચતુર્ડિહી ગામ જશે, જ્યાં તેઓ આદિવાસી પરિવારને ત્યાં ભોજન લેશે. શુક્રવારે પણ અમિત શાહ મટુઆ સમુદાયના પરિવાર સાથે ભોજન કરશે.
બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અમિત શાહે કહ્યું કે ‘પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની વિરુદ્ધ લોકોમાં નારાજગી છે, જે રીતે દમનચક્ર બીજેપી કાર્યકરો પર મમતા સરકારે ચલાવ્યું છે, હું નિશ્ચિત રીતે જોઈ રહ્યો છું કે મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છે.’
અમિત શાહે કહ્યું કે ‘બંગાળના યુવાનોને નોકરી મળી રહે એ માટે અને બંગાળના ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે મમતા સરકારે ઉખાડીને ફેંકી દો.’
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી
14th January, 2021 20:17 ISTગર્વ કરો આ ગુજરાતી ગર્લ પર
5th January, 2021 08:09 ISTઅમિત શાહે ખેડૂતો સાથે મંત્રણામાં જોડાનાર ૩ પ્રધાનો સાથે રણનીતિ તૈયાર કરી
30th December, 2020 15:01 ISTદિલ્હીના સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું અમિત શાહે
29th December, 2020 15:21 IST