ગેરકાયદેસર કોલસા ખાણકામ અને દાણચોરીના કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ રવિવારે મુખ્યમંત્રી મમતા બૅનરજીના સાંસદ ભત્રીજા અને તૃણમૂલ કૉંગ્રેસ અધ્યક્ષ અભિષેક બૅનરજીની પત્ની રૂજિરા બૅનરજીને નોટિક ફટકારી છે. રવિવારે બપોરે સીબીઆઈના અધિકારી કાલીઘાટ વિસ્તારમાં સ્થિત અભિષેક બૅનરજીના નિવાસસ્થાન શાંતિનિકેતન પર પહોંચ્યા હતા.
એવું જાણવા મળ્યું છે કે સીબીઆઈની આ નોટિસ તેમની પત્ની રૂજિરાના નામ પર છે. અહેવાલ છે કે અભિષેક અને તેની પત્ની હાલમાં પોતાના નિવાસસ્થાન પર નથી. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર અભિષેકની પત્નીને સીઆરપીસી કલમ 160 હેઠળ સાક્ષી તરીકે નિવેદન નોંધાવા માટે નોટિંસ ફટકારી છે.
સમાચાર છે કે કોલસા કાંડમાં આર્થિક લેણદેણમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે, જેમાં રૂજિરાનું નામ પણ સામે આવ્યું છે. આ જ વાતની જાણકારી માટે સીબીઆઈ રૂજિરા બૅનરજીની પૂછપરછ કરવા માંગે છે. તેમને સીબીઆઈ ઑફિસમાં હાજર થવું નથી. તેમના નિવાસસ્થાન પર જ તેમની સુવિધાઓ અનુસાર સીબીઆઈ તેમની સાથે વાતચીત કરીને તેમનું નિવેદન નોંધવા માંગે છે.
અહીં જણાવી દઈએ કે કોલસાની દાણચોરી અને ગાયની દાણચોરીના મામલામાં તૃણમૂલ નેતા વિનય મિશ્રાને શોધી રહી છે. વિનય મિશ્રા વિશે કહેવાય છે કે તેઓ અભિષેકના નજીક હતા. હાલ વિનય ફરાર છે. તેમ જ કોલસા દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી અનૂપ માળી ઉર્ફે લાલ પણ ફરાર છે.
સીબીઆઈની નોટિસ અંગે તૃણમૂલ નેતા અને પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે અને નારદથી લઈને અન્ય બાબચોમાં ભાજપના નેતા શોભન દેવ, સુવેન્દુ અધિકારી, મુકુલ રૉય સહિત અન્ય સીબીઆઈ દ્વારા પકડાયા નથી પરંતુ અભિષેકના ઘરે નોટિસ મોકલવામાં આવી રહી છે.
મીઠાઈમાં પણ ચૂંટણીફીવર
4th March, 2021 07:27 ISTદીદીના ભત્રીજાનો કેસ: અમિત શાહને સમન્સ
20th February, 2021 11:40 ISTદીદીના ગઢમાં શાહનો હુંકારઃ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીને ઉખાડી ફેંકીશું
19th February, 2021 09:56 ISTપશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ટીએમસીમાં વધુ એક ગાબડું
13th February, 2021 15:17 IST