Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાઇલટ બની સબ-લેફ્ટનન્ટ શિવાંગી

ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાઇલટ બની સબ-લેફ્ટનન્ટ શિવાંગી

03 December, 2019 10:26 AM IST | Kochi

ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાઇલટ બની સબ-લેફ્ટનન્ટ શિવાંગી

શિવાંગી સિંહ

શિવાંગી સિંહ


ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને કારણ છે નેવીને પ્રથમ મહિલા પાઇલટ મળી ગઈ છે. સબ -લેફ્ટનન્ટ શિવાંગી સિંહે કમાન સંભાળી છે. બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ-લેફ્ટનન્ટ શિવાંગી કોચ્ચીમાં પોતાની ટ્રેઇનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોર્નિયર ઍરક્રાફ્ટના કૉકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.

નેવીએ જણાવ્યા મુજબ સબ-લેફ્ટનન્ટ શિવાંગીએ શૉર્ટ સર્વિસ કમિશનનો ૨૭મો એનઓસી કોર્સ જૉઇન કર્યો હતો અને ગયા વર્ષે જૂન ૨૦૧૮માં કેરળના એઝીમાલા સ્થિત ઇન્ડિયન નેવલ ઍકેડૅમીમાં પોતાની કમિશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાઇલટ ટ્રેઇનિંગ બાદ આજે શિવાંગી નેવીની પ્રથમ મહિલા પાઇલટ બની છે.



કોચ્ચી સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાઇલટ તરીકે સામેલ કરવામાં આવી. દર વર્ષે ૪ ડિસેમ્બરે નેવી પોતાનો સ્થાપના દિન મનાવે છે. આ સ્થાપના દિન ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજયોત્સવ રૂપે મનાવવામાં આવે છે.


આ પણ વાંચો : રાહુલ બજાજજી, આવી વાતોથી રાષ્ટ્રીય હિત ઘવાઈ શકે છે: નિર્મલા સીતારમણ

૪૮મા સ્થાપના દિન પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તીકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાઇલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોર્નિયર ઉડાડશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 10:26 AM IST | Kochi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK